ગુજરાત ચૂંટણી નજીક આવી છે ત્યારે રાજ્યમાં તમામ પક્ષો પોતાની રીતે તડામાર તૈયારીઓ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યુ છે
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે. ત્યારે ગુજરાત વિધાનસભા માટે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ પોતાના કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાંથી પ્રથમ યાદીમાં કુલ 10 ઉમેદવારો અને બીજી યાદીમાં 9 અને ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઇ છે. જ્યારે આજે વધુ ઉમેદવારોની ચોથી યાદી AAPએ જાહેર કરી છે. જેમાંના 12 ઉમેદવારોના નામ નીચે મુજબ છે..
ચૂંટણી ઉમેદવારોનું ચોથું લિસ્ટ
હિંમતનગર બેઠક – નિર્મલસિંહ પરમાર
ગાંધીનગર દક્ષિણ બેઠક – દોલત પટેલ
સાણંદ બેઠક – કુલદીપ વાઘેલા
વટવા બેઠક – બિપીન પટેલ
ઠાસરા બેઠક – નટવરસિંહ રાઠોડ
શેહરા બેઠક – તખ્તસિંહ સોલંકી
કાલોલ બેઠક – દિનેશ બારિયા
ગરબાડા બેઠક – શૈલેષ ભાભોર
લિંબાયત બેઠક – પંકજ તાયડે
ગણદેવી બેઠક – પંકજ પટેલ
અમરાઈવાડી બેઠક – ભરત પટેલ
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp