પોલિટિક્સ
Trending

AAP ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે એવા એંધાણ!, શું કહ્યું આવો જાણીએ

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે કે 1 ડિસેમ્બરે ચૂંટણી સમયે ભાજપના જીતુ વાઘાણીએ ખોટી પત્રિકાઓ વાઈરલ કરી છે. જેમાં ભાવનગર પશ્ચિમમાં AAPના ઉમેદવાર રાજુ સોલંકી હવે જીતુ વાઘાણીને સમર્થન આપશે એવું છપાયું હતું. આ મુદ્દે પર્દાફાશ કરતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ કહ્યું કે ખોટી પત્રિકા મામલે અમારા દ્વારા કલેક્ટર, ડી.એસ.પીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ભાજપના કૂકર્મોને ઢાંકી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કલેક્ટરને અમે રજૂઆત કરી હતી કે આ તો લોકશાહીની હત્યા છે. આની સાથે આગામી દિવસોમાં જો ષડયંત્ર રચનારાઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ.

WhatsApp Image 2022 12 13 at 2.04.32 PM

AAPએ કહ્યું કાર્યવાહી નહીં થઈ, તો ઉગ્ર આંદોલન કરીશું
રાજુ સોલંકીએ કહ્યું કે અમને રાત્રે 2 વાગ્યે જાણ થઈ ગઈ હતી કે આ વિસ્તાર પ્રમાણે પત્રિકાનું વિતરણ કરશે. અમને એમ થયું કે તેમના કાર્યકર્તાઓ વિસ્તાર પ્રમાણે ઘરે ઘરે આ પત્રિકાઓ વહેંચી દેશે પરંતુ એવું ન બન્યું. પછી અમને લાગ્યું કે ન્યૂઝ પેપર દ્વારા આવી પત્રિકાનું વિતરણ કરાશે. તે લોકો જ્યાં આ પત્રિકાઓ ન્યૂઝ પેપરમાં નાખતા હતા ત્યાંથી આમ આદમી પાર્ટીએ આવા લોકોને ઝડપી પાડ્યા હતા. રાજુ સોલંકીએ વધુમાં કહ્યું કે મેં ઈલેક્શન કમિશનમાં પણ આની ફરિયાદ કરી છે. જો કોઈ જવાબદાર વ્યક્તિ પર કડક પગલા નહીં ભરવામાં આવે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન પણ કરશે.
જીતુ વાઘાણીએ લોકોને ભ્રમિત કરવાનું કાવતરુ ઘડ્યું..
આમ આદમી પાર્ટીના રાજુ સોલંકીએ કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા એક શુભેચ્છકે આવી પત્રિકા અમારા સુધી પહોંચાડી. તેમણે ભાજપના જીતુ વાઘાણી પર આક્ષેપ લગાવતા કહ્યું કે પારદર્શન ચૂંટણીની હાર છે. ભાવનગર પશ્ચિમમાં મારો વિજય નિશ્ચિત હતો. પરંતુ જીતુ વાઘાણીએ પત્રિકા છપાવી ષડયંત્ર કર્યું અને ન્યૂઝ પેપરની વચ્ચે રાખી સ્થાનિકોના ઘરે ઘરે પહોંચાડી હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીના રાજુ સોલંકીએ લગાવ્યો હતો.

આ પત્રિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકી હવે ભાજપના જીતુ વાઘાણીને સમર્થન આપતી ખોટી પત્રિકા વાઈરલ કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જ્યાંથી છાપા વિતરણ થતા હતા ત્યાં 50 હજારથી વધુ પત્રિકાઓ ન્યૂઝ પેપરના એજન્ટોએ વિવિધ વિસ્તારોમાં પહોંચાડી દીધી હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે.

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button