30 deliveries born in one day in Surat: સુરતમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 30 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. 30 ડીલવરીમાં એક જોડિયા બાળકો સહીત કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે.સુરતમાં આવેલી ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલમાં 19 ઓગસ્ટ 2023ના રોજ એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં ટોટલ 30 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું. 30 ડીલવરીમાં એક જોડિયા બાળકો સહીત કુલ 31 બાળકોમાં 17 દીકરી અને 14 દીકરાનો સમાવેશ થાય છે.
ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં 30 ડીલવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હોવાનું હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું. જે બદલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ડાયમંડ હોસ્પિટલ સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, આ હોસ્પિટલમાં નોર્મલ ડીલવરીનો ચાર્જ 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલવરીનો ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2 હજાર દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારના બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube