February 13, 2025
KalTak 24 News
Bharat

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને નડ્યો અકસ્માત,7 લોકોના થયા મોત,27 ઈજાગ્રસ્ત

Uttarakhand Bus Accident

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં રવિવારે ગુજરાતી યાત્રાળુઓને Uttarakhand Accident લઈને જતી બસ ખાઈમાં પડતા સર્જાયેલી દુર્ઘટનામાં સાત પ્રવાસીના મોત થયા છે અને બીજા 27ને ઇજા થઈ છે. આ અકસ્માત ગંગોત્રી નેશનલ હાઇવે પર થયો છે. આ બસ ગુજરાતના યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસમાં કુલ 32થી 33 લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના રાહત કમિશ્નર પાસેથી મળતી માહિતી Uttarakhand Accident મુજબ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા. તેઓ સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફત આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ડીએમ, એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તર કાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. તેની સાથે બચાવકાર્ય પણ ચાલુ છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું – અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભગવાન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત સંપર્કમાં

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છેકે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સતત સંપર્કમાંઃ  આલોક પાંડે
આલોક પાંડેએ જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે. તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે. તેમજ ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ બસ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ  33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનીક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

 ગંગોત્રીઃ ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગુજરાતી યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં કુલ 7 મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે 28 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી  હેલ્પલાઈન ફોન નંબર 079 23251900  જાહેર કરવામાં આવ્યો છે. આ  ફોન નંબર પર સીધા સંપર્ક કરી શકશો. તેમ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું.

 આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ઉત્તરાખંડ રાજ્યના એસડીઆરએફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.

ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ઉત્તરાખંડમાં સર્જાયેલ દુર્ઘટનાં બાબતે રાજ્યનાં રાહત કમિશ્નર આલોક પાંડેએ વિગતો આપતા જણાવ્યું હતું કે,  દુર્ઘટનામાં 6 ગુજરાતીઓનાં મોત નિપજ્યા છે. તેમજ 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ છે.  તેમજ ઉત્તરાખંડ એનડીઆરએફની બચાવ ટુકડીઓ રાહત કામગીરીમાં જોડાઈ છે. અને વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અકસ્માત બાદ ઉત્તરકાશી વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત

 

 

Related posts

પશ્ચિમ બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના,કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી ટ્રેનની ટક્કર,અનેક લોકો ઘાયલ થયાની આશંકા

KalTak24 News Team

અંબાણી પરિવારને મારવાની ફરી મળી ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં આવ્યો ફોન

KalTak24 News Team

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીની ભાવુક પોસ્ટ;કહ્યું,મેં એક સારો મિત્ર ગુમાવી દીધો…

KalTak24 News Team