April 8, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ મહિલા પોલીસકર્મીના આપઘાતનો કેસઃ મહિલા કર્મીને અન્ય પોલીસકર્મી સાથે હતો પ્રેમસંબંધ, 10 દિવસથી વાત ન થતા ડિપ્રેશનમાં હતા

Surat News: સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં તેઓનું સાયબર ક્રાઈમ સેલમાં ફરજ બજાવતા પ્રશાંત ભોંયે સાથે પ્રેમ સબંધ હોવાનું બહાર આવ્યું છે. બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના પરિવારને જાણ પણ હતી. જો કે છેલ્લા 10 દિવસથી પ્રશાંત સાથે સંપર્ક ન થઇ શકતા ડિપ્રેશનમાં હર્ષનાબેને આ પગલું ભર્યું હોવાની આશંકા પોલીસ સેવી રહી છે.

પીનાકીન પરમાર (DCP સુરત પોલીસ)

ડીસીપી પીનાકીન પરમારે જણાવ્યું હતું કે સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની તપાસ સિંગણપોર પોલીસ મથકના પીઆઈ જાતે કરી રહ્યા છે. આ તપાસમાં એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં કોઈનો નામ જોગ ઉલ્લેખ ન હતો. પરંતુ છેલ્લી લાઈનમાં બેને એવો ઉલ્લેખ કર્યો હતો કે બોવ મોટી ભૂલ કરી નાખી છે. જેના પર ખોટો વિશ્વાસ મુક્યો. જેને મારી કઈ પડેલી નથી. આ અનુસંધાને પોલીસ તપાસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે હર્ષનાબેનનો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રશાંત સીતારામભાઈ ભોંયે સાથે પ્રેમ સબંધ હતો. તો આ અનુસંધાને ગતરોજ પ્રશાંતની પૂછપરછ કરીને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાને આવ્યું છે કે બંને વચ્ચે છેલ્લા ૩ વર્ષથી પ્રેમ સબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના પરિવારને જાણ પણ હતી.

મૃતક મહિલાને સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા યુવક સાથે પ્રેમ સબંધ હતો

પ્રશાંત ભોંયે મૂળ ડાંગ જિલ્લાના વતની છે અને તે છેલ્લા 10 દિવસથી તે વતનમાં હતો અને ત્યાં કવરેજ ન હોવાને લીધે બંને વચ્ચે સંપર્ક રહેતો ન હતો. જેથી હર્ષનાબેન થોડા ડીપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોંયેની બાઈક સ્લીપ થઇ ગઇ હોવાથી તેનું એકસીડેન્ટ પણ થયું હતું જેથી તે હર્ષનાબેનના સંપર્કમાં ન હતો. જેથી પ્રાથમિક તબક્કે બંને વચ્ચે છેલ્લા 10 દિવસથી કોન્ટેક ઓછો હોવાથી હર્ષનાબેને આ પગલું ભરી લીધું હોય શકે, આ ઉપરાંત નજીકના મિત્રોની પૂછપરછ કરતા 1 વર્ષ પહેલા પણ હર્ષનાબેને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે પ્રશાંત અને હર્ષનાબેન લગ્ન પણ કરવાના હતા, બીજું એ ધ્યાને આવ્યું છે કે પ્રશાંત જલ્દી લગ્ન કરવાના પ્રયત્નમાં હતો જયારે જયારે હર્ષનાબેનને થોડો સમય જોઈતો હતો આ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એમ હતું કે પ્રશાંતને લગ્નની ઉતાવળ છે. તો બીજા કોઈ જોડે લગ્ન કરી લે તો અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા તેઓ પ્રશાંત પોતે સ્વીકારે છે. હાલ વધુ તપાસ સિંગણપોર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

 

 

 

Related posts

માલવાહક લિફ્ટમાં કામદારનું માથું આવી જતાં મોત નીપજ્યું

KalTak24 News Team

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ આગામી 28 ઓક્ટોબરે લેશે વડોદરા શહેરની મુલાકાત;એરબસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

KalTak24 News Team

ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, ડ્રાઈવર સહિત 3 લોકોના નિધન

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં