Rat In Sambhar: જો તમે પણ ખાણી-પીણીના શોખીન છો અને બહાર જમવા જાઓ છો તો સાવધાન થઈ જજો, કેમ કે હવે બહારના ફૂડમાંથી ઈયળો અને જીવાતો નીકળવી હવે સામાન્ય બાબત બની ગઇ છે. ગઈકાલે (19 જૂન) જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીળ્યો હતો તો ક્યારેક આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી નીકળે છે તો ગઈકાલે જ હર્શીના ચોકલેટ સીરપમાંથી મૃત ઉંદર મળી આવ્યો હોવાનો વિડિયો વાયરલ થયો હતો. ત્યારે આ બાબતમાં અમદાવાદની રેસ્ટોરાં પણ પાછળ ન રહેતા નિકોલમાં આવેલી દેવી ઢોસા રેસ્ટોરાંના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું. ત્યારે આ અંગે ગ્રાહકે રેસ્ટોરાંના માલિકને ફરિયાદ કરી હતી જે બાદ AMCની ફુડ વિભાગની ટીમ પણ પહોંચી હતી. જેમણે તપાસ કરતા રેસ્ટોરાંને સીલ માર્યું છે.
પરિવાર સાથે ઢોસા ખાવા ગયો હતો
શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરાંમાં ગ્રાહક તેના પરિવાર સાથે જમવા માટે ગયો હતો. તેમણે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોસા આપતાં પહેલાં સંભાર અને ચટણી આપવામાં આવ્યા હતા. ત્યારે જગમાંથી ગ્રાહકને સંભાર પીરસવામાં આવતા તેમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળ્યું હતું. આ અંગે ગ્રાહકે ત્યાં હાજર લોકોને બોલાવી સંભારમાં ઉંદરનું મરેલું બચ્ચું બતાવ્યું હતું તેમજ તેણે રેસ્ટોરાંના માલિકને પણ ફરિયાદ કરી હતી. જે બાદ આ અંગેની ફરિયાદ તેમણે મ્યુન્સિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને પણ કરી હતી.
ફુડ વિભાગે હાથ ધરી કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ નિકોલ ખાતે આવેલા દેવી ઢોંસા રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ કરવા માટે પહોંચી હતી. ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ત્યારે રસોડામાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી. રસોડાની જગ્યા ખુલ્લી હોવાથી કોઈપણ સ્થળેથી જીવજંતુઓ આવવાની શક્યતા જણાઈ હતી. અનહાઇજેનિક કન્ડિશન અને ઉંદર નીકળવાની ફરિયાદને પગલે ફૂડ વિભાગની ટીમ દ્વારા દેવી ઢોંસા રેસ્ટોરન્ટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube