આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને મગસ નો ભોગ ધરાવવામાં આવ્યો.સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.78 માં સ્વાતંત્ર દિન પર્વ દાદા ને ભારત દેશની આન-બાન- શાન ધરાવતા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા.
78 માં સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જ્યારે નડિયાદમાં થઈ રહી છે ત્યારે દાદાના ગર્ભ ગૃહ ને રાષ્ટ્રધ્વજ તથા અલગ અલગ પ્રકારના તિરંગાની ડિઝાઇનોથી શણગારવામાં આવ્યું.દાદા ને આજે 1000 કિલો મગસ નો ભોગ લગાવવામાં આવ્યો અને આ પ્રસાદ વડતાલ મંદિર શ્રી લક્ષ્મીનારાયણદેવ જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે આવી રહ્યા હોય ત્યારે આ પ્રસાદ 16 તારીખથી 20 તારીખ સુધી વિતરણ કરવામાં આવશે
આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube