November 21, 2024
KalTak 24 News
Viral Video

VIRAL VIDEO/ ધૂમાડા કાઢતા પ્રેશર કૂકરથી કપડા પર ઈસ્ત્રી કરવાનો દેશી જુગાડ,અત્યારે સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે આ વિડિયો..

the-desi-trick-of-ironing-clothes-with-a-steaming-pressure-cooker-viral-video

Viral Video: દેશી જુગાડ મામલે ભારતીયો સાથે કોઈ ન આવી શકે. દેશી જુગાડ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે જ્યારે પણ કંઈક ખોટું થાય છે, ત્યારે તેને સુધારવા માટે જુગાડનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જુગાડ મામલે ભારત નંબર વન છે. જુગાડ સાથે જોડાયેલા આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. હાલમાં જ એક એવો જ જુગાડ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને હસવું પણ આવી જશે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી ઈસ્ત્રી ખરાબ થઈ જશે તો તમે તમારા કપડાને કેવી રીતે ઈસ્ત્રી કરશો? વાયરલ થતા આ જુગાડને જોઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે માથું પકડી લીધું છે. કેટલાક યુઝર્સ આની સાથે ખૂબ મજા પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepak Jaiswal (@deepakjaiswal9902)

વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે રસોડામાં ગેસના ચૂલા પર કૂકર કેવી રીતે રાખવામાં આવે છે. નીચે જમીન પર એક ચાદર પથરાયેલી છે. બીજી જ ક્ષણે તમે જોશો કે તે વ્યક્તિ કૂકર ઉપાડે છે અને તેને ઈસ્ત્રીની જેમ શર્ટ પર ફેરવવાનું શરૂ કરે છે અને ઇસ્ત્રી કરવા લાગે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @deepakjaiswal9902 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 7.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 94 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. યૂઝર્સ વીડિયો પર અનેક રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તમે ગેસ બચાવો છો કે મહિલાના પૈસા? અન્ય યુઝરે લખ્યું, કુકરની શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે.

 

Group 69

 

 

Related posts

VIDEO/ ચાલુ મેચમાં અમ્પાયરે એવું તો શું કર્યું કે જેને જોઈ સૌ લોકો થઈ ગયા સ્તબ્ધ, મજેદાર વીડિયો તેજીથી થઈ રહ્યો છે વાયરલ

KalTak24 News Team

હાર્દિકની પૂર્વ પત્ની નતાશા સાથેની તસવીરો વાયરલ થતાં જ એલ્વિશ યાદવે આપ્યું આવું રિએક્શન

KalTak24 News Team

વાયરલ / રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયું જંગલી જાનવર? મોદી સરકારના શપથ સમારંભમાં દેખાયું જંગલી જાનવર, રાષ્ટ્રપતિ ભવનના વીડિયોથી સર્જાયું આશ્ચર્ય,જુઓ Video

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..