September 14, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાત ATSને મળી મોટી સફળતા,અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓને ઝડપાયા

Gujarat ATS

Terrorists Arrested From Ahmedabad Airport: ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન એવા ISISના ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તે અંગેની તપાસ એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, સેન્ટ્રલ એજન્સી તરફથી ગુજરાત એટીએસની ઇનપુટ મળ્યા હતા. જેના પગલે એરપોર્ટ પર એટીએસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૂળ શ્રીલંકન નાગરિક એવા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આ ચાર શખ્સોનું ગુજરાતમાં કે અન્ય કોઇ રાજ્યમાં કનેક્શન છેકે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક

હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.તેમજ આ તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા.

ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

સૂત્રો અનુસાર ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે. આ ચારેય જણા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે. આ ચારેય જણા અમદાવાદ એરપોર્ટ પર કેમ આવ્યા? શું આતંકી સંગઠન આઈએસઆઈએસ ગુજરાત કે ભારતમાં કોઈ મોટો હુમલો પ્લાન કરી રહી છે? તેમના કોઈ સ્લીપર સેલ છે? કે કેમ તે દિશામાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

IPLની મેચો વચ્ચે આતંકીઓ પકડાતા અમદાવાદમાં એલર્ટ

આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. આ ટીમોમાંથી બપોરે 12:30 કલાકે આરસીબીની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, આમ એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ આતંકવાદીઓ શ્રીલંકાથી ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત ATSએ આ ચારેય આતંકવાદીઓ લક્ષ્યાંકિત સ્થળે પહોંચે તે પહેલા જ તેમની ધરપકડ કરી લીધી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાનથી તેમના હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યા હતા. આ આતંકીઓ અમદાવાદ પહોંચ્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

 

(Source: Gujarati News Channel Web)

 

Group 69

 

 

Related posts

બ્રેકિંગ! ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો,ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું,વધુ તપાસ માટે ચક્રો ગતિમાન

KalTak24 News Team

સુરતમાં યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી નિધન: ચાલુ ફરજ દરમિયાન બેભાન થઈ ઢળી પડ્યાં;પરિવાર અને મિત્ર વર્તુળમાં શોક

KalTak24 News Team

મહેસાણા/ સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતે રચ્યો ઇતિહાસ, 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ એકસાથે સૂર્યનમસ્કાર કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ,વાંચો સમગ્ર અહેવાલ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી