November 21, 2024
KalTak 24 News
Entrainment

Aditya Gadhvi/ આદિત્ય ગઢવી પર મુકેશ અંબાણીએ ગાયું બર્થડે ગીત,મુકેશ અંબાણી કહ્યુંકે,”આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ”

Aditya Gadhvi

મુંબઈ: ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવી પોતાના ગીતોને લઇને મોટો ચાહકવર્ગ ધરાવનાર આ વખતે કંઇક અલગ રીતે ચર્ચામાં છે. હાલ આદિત્યએ એક પોસ્ટ શેર કરી છે. જેમા તેણે ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે, “મુકેશભાઇએ નીતાબેનને કીધું કે, “આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ.” અને પછી અંબાણી પરિવારે હેપ્પી બર્થ ડે ગાયું ને એ ક્ષણ મારા માનસમાં જીવનભર યાદ રહે એવી ક્ષણોમાંની એક ક્ષણ બની ગઇ. Once again thanking Ambani Family for this heartwarming gesture. નોંધનીય છે કે, અંબાણી પરિવાર દ્વારા ગુજરાતી ગાયક કલાકારનો જન્મદિવસ ઉવવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર 7 એપ્રિલ 2024ના રોજ લોકગાયક આદિત્ય ગઢવીનો મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સૌથી પહેલો શો થયો હતો. આ શો વિશેની પોતાની કેટલીક મહત્વની ક્ષણો વિશે આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવી છે. ઉલ્લેખનીય છે કે હાલ આદિત્યે અન્ય કેટલીક તસવીરો શેર કરી છે જેમા મૂકેશ અંબાણી, નીતા અંબાણી અને કોકિલાબેન અંબાણી જોઇ શકાય છે અને સાથે આદિત્ય ગઢવી કેક કરતા જોવા મળી રહ્યા છે.

આદિત્યએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે જે વાયુવેગે વાયરલ થઇ રહી છે. જેમા આદિત્યએ ફોટા શેર કરતા લખ્યું છે કે, “આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ.” અને પછી અંબાણી પરિવારે હેપ્પી બર્થ ડે ગાયું ને એ ક્ષણ મારા માનસમાં જીવનભર યાદ રહે એવી ક્ષણોમાંની એક ક્ષણ બની ગઇ. Once again thanking Ambani Family for this heartwarming gesture.

આદિત્ય ગઢવીએ તાજેતરમાં મુંબઈમાં પોતાનો પહેલો શો રજૂ કર્યો. આ શૉમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત કોકિલબેન અંબાણીનું નામ પણ સામેલ છે. આદિત્ય ગઢવીએ પોતાના કૉન્સર્ટ દરમિયાન મોર બની થનગાટથી માંડીને પોતાનું લોકપ્રિય બનેલું “ખલાસી” ગીત પણ ગાઈ સંભળાવ્યું.

 

Group 69

 

 

Related posts

Mouni Roy/ બંગાળી લુકમાં જોવા મળી મૌની રોય, પતિ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ,PHOTOS

KalTak24 News Team

બોટાદ/ બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ કર્યા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન, “કિંગ ઓંફ સાળંગપુર” પ્રતિમાના કર્યા દર્શન

Sanskar Sojitra

વિચિત્ર કપડાં પહેરીને પણ કરોડો કમાય છે ઉર્ફી જાવેદ, આલિશાન ઘર-કારની છે માલિક : જાણો પ્રોપર્ટી કેટલી છે

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..