September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી સંસ્થાન દ્વારા ભારત સહિત 7 દેશોમાં 115 જગ્યાએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન યોજાયો કેમ્પ,જુઓ VIDEO

swaminarayan-sampradaya-vadtal-gadi-sansthan-conducted-maha-raktadan-camp-in-115-places-in-7-countries-including-india

સુરત/ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી સંસ્થાન(Swaminarayan Vadtal Gadi) દ્વારા એક સાથે,એક તારીખે, એક સમયે ભારત સહિત 7 દેશોમાં 115 જગ્યાએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત, અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ ,ઓસ્ટ્રેલિયા, અને દુબઈ સહિત અનેક જગ્યાએ મહારક્તદાન કેમ્પ યોજાયો હતો.આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ VIDEO:

 

આ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ અંતર્ગત સુરત શહેરમાં 13થી વધુ જગ્યાઓ પર બ્લડ ડોનેટનું આયોજન કરાયું હતું. શહેરના એલ.એચ. રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,પ.પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજ,રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને સુરત લોકસભા ઉમેદવાર મુકેશ દલાલ સહિતના લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન કરતા રક્તદાતાઓને સન્માનિત કર્યા હતા અને રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા લોકોને જણાવ્યું હતું.રક્તદાન કેમ્પમાં પ.પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજે પણ રક્તદાન કર્યું હતું. આજે સુરતમાં 13 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા.

પ.પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજે રક્તદાન કર્યું
પ.પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિઆચાર્ય નૃગેન્દ્રપ્રસાદ મહારાજે રક્તદાન કર્યું

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે રક્તદાન એ જ મહાદાન છે, કોઈનો જીવ બચાવી શકીએ એ એક પ્રકારની ભગવાનની ભક્તિ જ છે. તેમને વધુમાં કહ્યું કે ઇ રક્ત કોષ કરીને એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેમાં દેશની તમામ બ્લડ બેન્ક ની યાદી છે. આજે જેમને રક્તદાન કર્યું છે તે તેમાં રજીસ્ટ્રેશન કરાવજો. આવનારા સમયમાં રક્તદાન લોકોની આદત બની જાય તે રીતેના પ્રયાસો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરાયા છે. આ સાથે તેમને ઓર્ગન ડોનેશન અંગે પણ નિવેદન આપ્યું હતું તેમને કહ્યું કે જો તમે મૃત્યુ પામો તો તમારી સ્મશાન યાત્રા પૂર્ણ થાય એટલે તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો, જો મૃત્યુ પછી જીવવું હોય તો અંગદાન કરીને જીવી શકશો. આંખ, હૃદય, ફેફસા, કિડની સહિતના દાનથી તમે અન્ય એક પરિવારને મદદ કરો છો.

WhatsApp Image 2024 03 18 at 09.58.18 0c2b88dd

આ માટે નેશનલ ઓર્ગન ડોનેશનનું એક પોર્ટલ તૈયાર કરાયું છે.વધુમાં વધુ લોકો ઓર્ગન ડોનેશનના શપથ લે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે અને સુરતની ઓળખ તો ઓર્ગન ડોનેશન સીટી તરીકે પણ વિશ્વવિખ્યાત થઈ ગઈ છે. સ્વામિનારાયણ મંદિર શ્રીજી નગર પાસે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું.

 

 

Group 69

 

 

Related posts

સુરત/ પક્ષપલટો કરનાર નેતા ઊભી પૂંછડિયે ભાગ્યા! સુરતમાં ભુપત ભાયાણીને AAP નેતાએ પાર્ટી છોડવાનું કારણ પૂછતાં થઈ જોવા જેવી,VIDEO

KalTak24 News Team

સુરત/ બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઈજાઓ થઇ,સ્મીમેર હોસ્પિટલ લઇ જવાતાં સીટી સ્કેન મશીન બંધ હાલતમાં હોવાના આક્ષેપ

KalTak24 News Team

સુરત/ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ‘યુવા મતદાર જાગૃતિ’કાર્યક્રમો યોજાશે,સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘સહપરિવાર મતદાન’ના સંદેશા માટે સંકલ્પ પત્રો ભરાયા

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી