November 21, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 05 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય,આજે માં લક્ષ્મીની કૃપાથી આ 5 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal with laxmiji gujarati

Horoscope 05 January 2024, Daily Horoscope: 05 જાન્યુઆરી 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 05 January 2024 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજે કાર્યક્ષેત્રે જવાબદારીમાં વધારો થશે, જેનાથી પદ-પ્રતિષ્ઠા વધશે. સાસરી પક્ષથી સંબંધોમાં મીઠાશ આવશે અને પારિવારિક બિઝનેસમાં ભાઇઓનો સહયોગ મળશે. યોજનાપૂર્વક કરેલા કામમાં સફળતા મળશે. સંપત્તિમાં વધારો અને સંપત્તિથી આવકમાં વધારો થશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે માતાના આરોગ્ય વિશે ખાસ કાળજી લેજો. કાર્યક્ષેત્રે આજે પ્રગતિ મળશે. ધર્મ-કર્મના કામમાં આસ્થા વધશે. સંપત્તિમાં સુધારા અને સારસંભાળમાં ખર્ચ વધશે. આજે દિવસ દરમિયાન નજીકના મિત્રો કે સંબંધીઓનું આગમન થઇ શકે છે. વિદ્યાર્થીઓને ગુરુજનોનો સહયોગ અને આશીર્વાદ મળશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે મિથુન રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. માર્કેટિંગ માધ્યમથી વેપાર-ધંધાના વિસ્તારની યોજના બનશે. સ્વભાવમાં ઉચાટ રહે, જેના લીધે પરિવારના કોઇ સભ્ય સાથે સંઘર્ષ થાય. સંપત્તિમાંથી આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સંધ્યાકાળે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજે ભાગ્યોદય થવાથી અટકાયેલા કામ પૂરા થશે. આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સામાજિક કામમાં ભાગ લેવાથી અને આયોજન કરવાથી સન્માન અને કિર્તીમાં વધારો થશે. કામમાં વ્યસ્ત રહેવાના કારણે આરોગ્ય બગડી શકે છે. જીવનસાથી સાથે મતભેદો ઉભા ના થાય એની ખાસ કાળજી લેજો.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજે સંપત્તિ સુખમાં વધારો થશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે અને પારિવારિક જીવનમાં સરળતા રહેશે. વડીલ તરફથી ધન પ્રાપ્તિ થઇ શકે છે. માતા સાથે સંબંધોમાં સુધારો આવશે. નોકરીના પ્રગતિ સાથે સ્થળાંતરના યોગ છે. બિનજરુરી ખર્ચ પર અંકુશ રાખજો.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે નોકરીમાં પ્રગતિના યોગ છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. જીવન ધોરણ ઉંચુ થશે. ભૌતિક સુખ સુવિધા પ્રત્યે આકર્ષણ વધશે. નોકરી-ધંધામાં સહયોગી અને સાથીઓનો સહયોગ મળશે. જીવનસાથી સાથે વિચારાત્મક મતભેદો ઉભા થઇ શકે છે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે કામના સ્થળે વધુ મહેનતની જરુર છે. વાતચીત દરમિયાન વાણી સંયમ જરુરી છે. કોઇ સંપત્તિને લઇને પારિવારિક વિવાદ વધવાની સ્થિતિ બની શકે છે. વિદેશમાં ભણેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. ભાઇઓમાં વિચારોને લઇને મતભેદ થઇ શકે છે.

 

આ પણ વાંચો:અમરેલી/ એશિયાની સૌથી વધુ જીવનાર સિંહણનું બનાવાયુ સ્મારક,જેણે અઢી દાયકામાં લીલીયા પંથકમાં પોતાનું સામ્રાજ્ય ખડું કર્યું,વાંચો રસપ્રદ અહેવાલ :VIDEO

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે મરજી વિરુદ્ધ કામ કરવું પડશે, જેનાથી બેચેની અનુભવશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. આકસ્મિક ખર્ચ વધી શકે છે જેની પર અંકુશ જાળવી રાખજો. પિતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ છે. જો તમે નોકરી કરો છો તો અધિકારીઓ તરફથી સહયોગ મળી રહેશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે રાજકારણ સાથે જોડાયેલા લોકોને નવીત્તમ તક અને લાભ મળશે. માતાના આશીર્વાદ ફળશે. બહુ સમયથી અટવાયેલું ધન કોઇ મહાપુરુષના સહયોગથી મળી શકે છે. સંતાન પક્ષે અને બૌદ્ધિક ક્ષેત્રે શુભ પરિણામ મળવાથી પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીની સલાહ મદદરુપ નીવડશે અને સંબંધ મજબૂત બનશે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે નોકરીયાત વર્ગ સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં ખાસ ધ્યાન રાખે. સંતાન સુખમાં વધારો અને ક્યાંકથી ભેટ મળશે. પ્રેમલગ્ન કરવા માટે અનૂકુળ સમય છે, જેમાં પરિવારનો સાથ મળશે. સારા મિત્રો મનની વ્યથા દૂર કરવામાં મદદ કરશે. વેપારી વર્ગ નવી પ્રોડક્ટ્સને સામેલ કરી શકે છે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે કામમાં વધુ મહેનત કરવી પડશે અને આવકમાં વધારો થશે. બૌદ્ધિક કાર્યો અને લેખનથી આવક વધશે. માતા પક્ષથી ખાસ સહયોગ મળશે અને પરિવારમાં પ્રેમ અને ઉત્સાહ વધશે. સંતાન પક્ષે ઉચ્ચ શિક્ષણ અને સાર્થક પરિણામ મળશે. ભાઇ-બહેનોનું ખાસ ધ્યાન રાખજો અને એમની જરુરિયાતો પૂરી કરશો.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે ઘરમાં માંગલિક કાર્યોના આયોજનથી મન પ્રસન્ન અને વ્યસ્ત રહેશે. મિત્રોની મદદથી વેપારમાં નવા રસ્તા મળશે. આવક વધવાથી અને આકસ્મિક ધનપ્રાપ્તિથી મનોબળ મજબૂત બનશે. આજે ખાવા-પીવામાં ધ્યાન આપજો. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થશે.

 

આજનું પંચાંગ
05 01 2024 શુક્રવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ નોમ
નક્ષત્ર ચિત્રા
યોગ સુકર્મા
કરણ તૈતિલ સવારે 11:00 પછી ગર
રાશિ તુલા (ર.ત.)

શુભાંક – આજનો શુભ અંક છે 5
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય – આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 25 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 5 રાશિના જાતકો પર વિષ્ણુજી રહેશે અસીમ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 7 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જુઓ શું કહે છે અન્ય રાશિના જાતકોનું આજનું રાશિફળ..

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો કરાયો દિવ્ય શણગાર, 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..