September 14, 2024
KalTak 24 News
International

સોમાલિયાના દરિયાકાંઠે જહાજને હાઇજેક કરાયું,15 ભારતીયો ક્રૂને બચાવવા ઈન્ડિયન નેવીનું INS ચેન્નાઈ રવાના

Ship

Indian Ship Hijacked News: સોમાલિયાના દરિયાકાંઠે એક જહાજને હાઇજેક કરવામાં આવ્યું છે. હાઇજેક કરાયેલા જહાજના ક્રૂ મેમ્બર્સમાં 15 ભારતીય નાગરિકો સામેલ છે. ભારતીય નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સમાચાર અનુસાર, હાઇજેક કરાયેલા જહાજનું નામ એમવી લીલા નોરફોક છે અને તેના પર લાઇબેરિયાનો ધ્વજ લહેરાય રહ્યો છે. નૌકાદળે અપહરણ કરાયેલા જહાજ પર નજર રાખવા માટે તેના એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. હાઇજેક કરાયેલા જહાજના ક્રૂ સાથે પણ વાતચીત કરવામાં આવી છે.

નેવીએ આઈએનએસ ચેન્નાઈ મોકલ્યું
ન્યૂઝ એજન્સી ANI એ સૈન્ય અધિકારીના હવાલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે બની હતી, જ્યારે લાઇબેરિયન ધ્વજ ધરાવતું જહાજ અરબી સમુદ્રમાંથી પસાર થઈ રહ્યું હતું. જહાજે UKMTO પોર્ટલ પર સંદેશો મોકલ્યો હતો કે લગભગ 5-6 હથિયારધારી અજાણ્યા માણસો જહાજ પર ચઢી ગયા છે અને જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ ભારતીય નૌસેનાએ તેનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ રવાના કર્યું. INS ચેન્નાઈ અરબી સમુદ્રમાં માત્ર દરિયાઈ સુરક્ષા માટે તૈનાત છે.

તેમજ શુક્રવારે સવારે નેવીના એરક્રાફ્ટે પણ હાઇજેક કરાયેલા જહાજ ઉપરથી ઉડાન ભરી હતી. નેવીએ જહાજનો સંપર્ક કર્યો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા વિશે પૂછપરછ કરી. નૌકાદળ આ ક્ષેત્રમાં હાજર અન્ય ભાગીદાર દેશો અને એજન્સીઓ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર હુમલા વધ્યા
નોંધનીય છે કે સોમાલિયા આફ્રિકાના હોર્ન પર આવેલું છે, જેની એક તરફ હિંદ મહાસાગર છે અને બીજી બાજુ એડનની ખાડી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પણ સોમાલિયા નજીકથી પસાર થાય છે. આ જ કારણ છે કે સોમાલિયા નજીક ચાંચિયાઓનો ખતરો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ જહાજ ચાંચિયાઓએ કે અન્ય કોઈ સંગઠને કબજે કર્યું છે. નોંધનીય છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી જ લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો પર હુમલા શરૂ થઈ ગયા છે.

 

 

Group 69

 

 

Related posts

WTO મંજૂરી આપે, તો ભારત તેના ભંડારમાંથી વિશ્વને ખાદ્યપદાર્થો સપ્લાય કરવા તૈયાર છેઃ નરેન્દ્ર મોદી

KalTak24 News Team

Google ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર ખોલશે, PM મોદીને મળ્યાં બાદ CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત

KalTak24 News Team

YouTube પર ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગે તોડ્યા તમામ રેકોર્ડ,વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી બની લાઈવ સ્ટ્રીમિંગ ઈવેન્ટ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી