Horoscope 02 January 2024, Daily Horoscope: 02 જાન્યુઆરી 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.
Today Horoscope 02 January 2024 આજનું રાશિફળ
મેષ રાશિ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે. ઘરના વડીલોનું માન-સન્માન અને સેવામાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્તિથિ પણ મજબૂત થશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું. કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય છે.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે થોડા સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. કાર્યક્ષેત્રમાં તમામ વિધ્નો અને મુશ્કેલીઓ વચ્ચે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.
કર્ક રાશિ (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. વધારે મહેનતના કારણે નસમાં દુખાવો થઈ શકે છે. કોઇ વિરોધી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે, પરંતુ તમે તેનાથી મુક્તિ મેળવવામાં સમર્થ પણ રહેશો. વ્યાવસાયિક સ્થિતિમાં સુધાર આવશે.
સિંહ રાશિ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે. લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. વ્યવસાયિક કાર્યોમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. આજે કાર્યક્ષેત્રમાં કોઇ સોનેરી અવસર હાથમાં આવશે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં. બાળકો ઉપર તમારો ગુસ્સો ઉતારશો નહીં.
તુલા રાશિ (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે તમે તમારાં કાર્યોની વ્યસ્તતા તથા પારિવારિક જીવન વચ્ચે તાલમેલ સારો જાળવશો. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પારિવારિક વ્યવસ્થા તથા તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં દરેક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખો.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે છે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે પાડોસીઓ અને સંબંધીઓ સાથે સંબંધમાં કોઇપણ પ્રકારનો મનમુટાવ ન આવે તેનું ધ્યાન રાખો. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. તમારી વ્યવસાયિક યોજનાઓને સિક્રેટ જ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.
મકર રાશિ (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે. પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ બેસાડી ન શકવાના કારણે પરિવારમાં તણાવ રહેશે.
કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે ધનને લગતી પરેશાની રહેશે, કોઇ નજીકના મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયને લગતા મામલે કોઇપણ નિર્ણય યોગ્ય સમજીવિચારીને જ લો. સમય મહેનત કરવાનો છે. સ્થિતિ અને પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવી જશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે શેર બજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ ન લો. પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે.
આજનું પંચાંગ
02 01 2024 મંગળવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ છઠ્ઠ સાંજે 5:10 પછી સાતમ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની સવારે 11:41 પછી ઉત્તર ફાલ્ગુની
યોગ સૌભાગ્ય
કરણ વણિજ
રાશિ સિંહ (મ.ટ.) સાંજે 6:27 પછી કન્યા (પ.ઠ.ણ.)
શુભાંક – આજનો શુભ અંક છે 2
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube