April 16, 2024
KalTak 24 News
ધર્મ

આજનું રાશિફળ/ 09 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,મહાદેવની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal with mahadev in gujarati

Horoscope 08 October 2023, Daily Horoscope: 08 ઓક્ટોબર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 08 October 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે નવા સંબંધોમાં સ્થિરતા રહેશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પણ સારી સફળતા મળી શકે છે, પ્રયત્નશીલ રહેજો. માનસિક તણાવ અને ભ્રમના કારણે વ્યવસાયિક દૈનિક કાર્યોમાં અડચણ તથા મુસાફરીમાં અવરોધ ઉભા થઈ શકે છે. લવ લાઈફની સાથે આનંદમય સમય વિતાવી શકશો.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સંતાનના વિવાહનો પ્રસંગ પ્રબળ થઈને ફાઈનલ થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં તમારી રૂચિ વધશે. પરિવારના ભરણપોષણ પર ખોટો ખર્ચ થશે અને પરિવારના સભ્યો પાછળ કેટલાક પૈસાનો ખર્ચ થઈ શકે છે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારી આસપાસ ખુશીભર્યો માહોલ બનાવવાનો પ્રયાસ કરજો. લવ લાઈફમાં તમારા સન્માનમાં વધારો થઈ શકે છે. સંબંધીઓ સાથે સંબંધોમાં સુધારો આવી શકે છે. ઓફિસમાં આકસ્મિક કોઈ નવું પરિવર્તન તમને આશ્ચર્યમાં નાખી શકે છે. મહિલા સહકર્મી અને અધિકારી તમને સહયોગ આપી શકે છે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ઘર-પરિવારના વૃદ્ધજનો સાથે ચર્ચામાં ના પડતા. તેઓની સલાહ પણ સાંભળજો, સલાહ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને દોડધામ કરવી પડી શકે છે. વૈવાહિક જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકશો.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે વેપારમાં ભાગીદારો તથા જીવનસાથી પાસેથી પણ પૂર્ણ સહયોગ મળશે. જૂનુ દેવુ હશે તો તેમાં ઘટાડો થઈ શકે છે. માતાની સાથે કેટલાંક વૈચારિક મતભેદ થઈ શકે છે. સામાજિક કાર્ય કરવાથી સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. રોજગાર ક્ષેત્રમાં તમારી ક્ષમતાઓમાં સુધારો આવવાના કારણે તમને નવી તકો મળી શકે છે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે મહાપુરૂષો સાથે મેળ ખાઈ રહ્યો છે. નવા કાર્યોમાં કાયદાકીય અને તકનીકી પાસાઓ પર ગંભીરતા પૂર્વક વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય લેજો. વ્યવારિક વિચાર તમને સમાજમાં પ્રતિષ્ઠા પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ માટે મનગમતા ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો બનશે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે તમારી નજીકના લોકો અને અન્ય લોકોની ભાવનાઓને ઓળખજો અને તેમના જણાવ્યા અનુસાર ચાલવાનો પ્રયાસ કરશો તો તમને આત્મસંતોષ મળશે. ક્યારેક બીજા લોકોની વાત સાંભળવાથી નુકસાન નહીં થાય. વેપાર સંબંધિત મહત્વપૂર્ણ સોદામાં સફળતા મળી શકે છે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે બહેન કે ભાઈના વિવાહ સંબંધિત ચર્ચા ઘરમાં થઈ શકે છે. જૂના મિત્રો કે સંબંધીઓ અચાનક તમારી પાસે આવીને ઊભા રહી જશે. જો કોઈ તમારી પાસે ઉધાર માંગે તો ક્યારેય આપતા નહીં. વેપારના કામથી બહાર જવાની તક મળી શકે છે. લવ લાઈફમાં સુખદ અનુભૂતિ જોવા મળશે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મિક્સ ફળદાયી છે. તમે તમારી જૂની જવાબદારીઓમાંથી છૂટકારો મેળવી શકો છો. વિદ્યાર્થીઓને એકાગ્રતા સાથે કાર્ય કરવાની જરૂર પડી શકે છે. કાર્ય ક્ષેત્રમાં તમારી સલાહોને આવકારવામાં આવશે. કેટલાક જરૂરી ઘરેલૂ સામાનની ખરીદી કરવી પડી શકે છે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. બિઝનેસ મામલે પિતા કે પછી કોઈ જાણકાર વ્યક્તિની સલા લેવાની જરૂર પડી શકે છે. દિવસના બીજા ભાગમાં મહિલા મિત્રોની સાથે સમય પસાર થઈ શકે છે. માતૃ પક્ષ તરફથી ફાયદો થઈ શકે છે અને સંબંધો મજબૂત બની શકે છે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે વેપારની સ્થિતિઓ સારી બનતી જોવા મળશે અને તમારા હરીફને તમે પાછળ છોડી શકો છો. દિવસના બીજા ભાગમાં શુભ ખર્ચ તમારી ખ્યાતિમાં વધારો કરવાનું પરિબળ બની શકે છે. પુણ્યના કામોમાં પણ ખર્ચ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય પાસેથી શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે, પરંતુ બિનજરૂરી ખર્ચાથી સાવધાન રહેજો. તમારા પિતાના સ્વાસ્થ્યનુ સંપૂર્ણ ધ્યાન રાખજો. કોઈ અધિકારીની મદદથી સંપતિ પ્રાપ્ત થઈ શકે છે. વાણીના માધ્યમથી આજે તમારૂ સન્માન વધશે. ઘરના અટવાયેલા કાર્યોને પૂરાં કરવાનો આ યોગ્ય સમય છે.

 

આજનું પંચાંગ
09-10-2023 સોમવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ દશમ સવારે 12.36 પછી અગિયારસ
નક્ષત્ર આશ્લેષા
યોગ સાધ્ય
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 12.36 પછી બવ
રાશિ કર્ક (ડ.હ.)

શુભાંક – આજનો શુભ અંક છે 9
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સફેદ – આસમાની
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત – મિથુન રાશિ (ક.છ.ઘ.)

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

આજનું રાશિફળ/ 30 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સંકટમોચન હનુમાનજી આ રાશિના જાતકોના દરેક દુ:ખ કરશે દુર – લખો ‘હનુમાન દાદાની જય

KalTak24 News Team

આજનું રાશિફળ/ 05 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના લોકોની ગણેશજીની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા અને તમામ કષ્ટો થશે દુર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 28 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,હનુમાનજીની કૃપાથી આ 5 રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા