Ukai Dam Photos: ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશમાં ભારે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, આ બધાની વચ્ચે હવે સૂર્ય પુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સૂર્ય પુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઇ છે, નદીમાં સતત નવી આવકો થઇ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આવેલી તાપી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઇ છે,
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી પડી રહ્યો છે, જેના કારણે ઉકાઇ ડેમમાં સતત પાણીમાં વધારો નોંધાઇ રહ્યો છે, આજે ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યૂસેક પાણી છોડાયુ હતુ, જેના કારણે સૂર્ય પુત્રી તાપી નદીની સપાટી 10.95 મીટરે પહોંચી હતી. સુરતના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયુ છે. કાદરશાહની નાળ સહિતના વિસ્તારો પાણી ગરકાવ થઇ રહ્યાં છે, આ ઉપરાંત સુરત કૉઝ-વે ઉપરથી પણ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે.
તાપી નદીની સપાટીમાં 5 મીટરનો વધારો
ગત રોજ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જે રાત સુધીમાં સુરત પહોંચી ગયું હતું. તાપી નદીની સપાટીમાં પાંચ મીટરનો વધારો થયો હતો. 5.95 મીટરની સપાટીથી 10.95 મીટર પર પહોંચી ગઈ હતી, જેના કારણે કિનારાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.
View this post on Instagram
તાપી નદી બે કાંઠે વહેતી થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં
હાલ તાપી નદી 10.95 મીટર સાથે વહી રહી છે. તાપીનો પ્રવાહ ખૂબ જ ભયજનક છે. હાલ ઘુઘવાટા કરતું પાણી તાપીમાં વહી રહ્યું છે. તાપી નદી બે કાંઠે વહેતી થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં છે. આ સાથે જ સુરતના કોઝ-વે ખાતે પણ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
અત્યારે ઉકાઈ ડેમનુ જળસ્તર હાલ 343.47 ફૂટની સપાટી સુધી પહોંચ્યુ છે, અને ઉકાઈ ડેમમાં નદીઓમાં 2.97 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ 2.27 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. ખાસ વાત છે કે, સતત પાણી વધતા સુરત કૉઝ-વે ઓવરફ્લૉ થયો છે જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. સુરત કૉઝ-વે પર રાંદેર પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.
ઓગસ્ટ મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube