ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકિય પાર્ટીઓ ઉમેદવારના નામની જાહેરાત કરી રહી છે,હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે NCPના મહિલા નેતા રેશ્મા પટેલ વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ ભરશે. રેશ્મા પટેલ ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડશે અને આજે બપોરે 2.15 વાગ્યે ફોર્મ ભરશે. પાર્ટી દ્વારા તેમને ફોર્મ ભરવાના આદેશ આપવામાં આવ્યા છે.
2019માં માણાવદરથી પેટા ચૂંટણી લડ્યા હતા
રેશ્મા પટેલની વાત કરીએ તો આ પહેલા તેઓ 2019માં માણાવદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા હતા. જોકે તેમની કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા સામે હાર થઈ હતી, ત્યારે હવે તેઓ ગોંડલ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવશે.
એનસીપીના ઉમેદવાર તરીકે રેશમા પટેલ ગોંડલથી ચૂંટણી લડશે
ગોંડલની બેઠક પર એનસીપીએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. એનસીપીના ઉમેદવાર તરીકે રેશમા પટેલ ગોંડલથી ચૂંટણી લડશે. બીજી બાજુ, આ બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર યતિષ દેસાઈ છે. ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે મેદાને કૂદેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિમિષાબેન ખૂટ છે. ગોંડલ બેઠક પર એનસીપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે આવતાં જ આ બેઠક વધુ ચર્ચાસ્પદ બની છે.
2015માં પાટીદાર અનામત આંદોલન બાદ નેતા તરીકે સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે રેશમા પટેલનું વતન વંથલી તાલુકાના બંટિયા ગામ છે. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. આ સાથે તેમણે અમદાવાદ તથા જૂનાગઢમાં પણ કેટલીક નોકરીઓ કરી છે અને તેમણે મોડલિંગ પણ કરેલું છે. જોકે વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા તરીકે સામે આવ્યા હતા અને અને 2017માં ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેમને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે છેડો ફાડી નાખ્યો હતો.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp