ગુજરાત
Trending

ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટે સંભળાવી ફાંસીની સજા,કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આરોપી ફેનિલને આજે કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી છે. આ સાથે તેને 5 હાજરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગ્રીષ્માના હત્યારાને આજે 70 દિવસ બાદ સજા સંભળાવવામાં આવી છે. જોકે, પરિવાર અને જનતા આ અંગે ફેનિલને ફાંસી જ થાય તેવી માગ કરી રહ્યા હતા. સરકારી વકીલે આ કેસમાં ફેનિલને સખત અને મહત્તમ સજા ફટકારવાની કોર્ટને માગ કરી હતી. જોકે, કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે.
  • સજા સંભળાવતા સમયે કોર્ટ પરિસર ખીચોખીચ ભરેલું જોવા મળ્યું હતુ. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે સજા સંભળાવતા પહેલા મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરી હતી. આ દરમિયાન કોર્ટમાં સરકાર વકીલ અને આરોપીના વકીલ સહિત ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વળી આરોપી ફેનિલને પણ સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની હાજરીમાં જ આ સજા સંભળાવી હતી. સજા સંભળાવતી વખતે જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. મળી રહેલી માહિતી અનુસાર, સજા સંભળાવવામાં આવી રહી હતી તે દરમિયાન ફેનિલને જાણે તેના કર્યા પર પસ્તાવો જ નથી તેવું તેનો ચહેરો બતાવી રહ્યો હતો. જોકે, ફાંસીની સજા સંભળાયા બાદ ગ્રીષ્માના પરિવારને જરૂર ન્યાય મળી ગયો છે. 12 ફેબ્રુઆરીના રોજ બનેલા આ બનાવ બાદ સમગ્ર રાજ્યમાં લોકોની એક જ માગ હતી કે આ યુવકને એવી સખત સજા થાય કે આ પછી કોઇ આવી હરકત કરવાની હિંમત ન કરી શકે.
  • કોર્ટે કહ્યું હતું કે, આ રીતે લાઈવ હત્યાના દ્રશ્ય લોકોએ કદાચ પ્રથમ વખત જ જોયા હશે. આરોપીના મોઢા પર આ જઘન્ય કૃત્યનો કોઈ અફસોસ પણ દેખાઇ રહ્યો નથી. સાથે જ કોર્ટે સુનાવણી દરમિયાન આતંકવાદી અજમલ કસાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કેસમાં દાર્શનિક પૂરાવા છે. આરોપીએ પ્રોફેશનલ ગુનેગારની જેમ જ ગુનો કર્યો છે. મહત્વનું છે કે, 302ની કલમ હેઠળ ફેનિલ સામે ડે-ટુ-ડે સુનાવણી ચાલી હતી, અને 21 એપ્રિલના રોજ ફેનિલને હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અગાઉ ફેનિલની સજાની સુનાવણીની તારીખો પડી હતી પરંતુ કેટલાક કારણોથી તેની સજાનું એલાન અટકી ગયું હતું. આ કેસની 70 દિવસ સુધી ટ્રાયલ ચાલી હતી. આ કેસમાં બનાવ સમયનો વિડીયો અને મોટી સંખ્યામાં હાજર લોકો મહત્વનો પુરાવો સાબિત થયા હતા. કોર્ટ દ્વારા વિડીયોની ખરાઈ પણ કરાવવામાં આવી હતી.
  • ઉલ્લેખનીય છે કે, 12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની છરાથી ગળું કાપી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ સાથે ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જૂબાની રજૂ કરવામાં આવી અને ફેનિલને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા. જે બાદ 21 એપ્રિલે કોર્ટે ફેનિલેને દોષિત જાહેર કર્યો હતો. આજે કોર્ટ ફેનિલને સજા સંભળાવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button