November 22, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 10 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આજે રવિવારનું રાશિફળ કોને નડશે અને કોનો ભાગ્ય ઉદય થશે જાણી લો,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal suryadev in gujarati

Horoscope 10 September 2023, Daily Horoscope: 10 સપ્ટેમ્બર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 10 September 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે અનેક પ્રકારની મૂંઝવણોમાં રહેશો. એકતરફ તમારા પ્રેમી અથવા પ્રિય વ્યક્તિ માટે કોઈપણ વસ્તુ અથવા ભેટ ખરીદવાની ઉતાવળ થશે. બીજી તરફ તમારા કાર્યસ્થળમાં પણ કામનું દબાણ વધારે રહેશે. યોગ્ય સમયે જ તમારું વાહન વગેરે પણ તમને સાથ નહીં આપે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે લાંબા સમય પછી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. મહત્વપૂર્ણ કાર્ય પૂરા થતાં લાભદાયી તકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે આજનો દિવસ તમારા માટે લાભકારક રહેશે. ઉપરાંત આજે કોઈ સાથે રોમાંચક મીટિંગ થશે. ભાગીદારીમાં લાભ થઈ શકે છે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે તમે ક્યારેય કાર્યક્ષેત્રમાં થતાં ફેરફારોથી ડરતા નથી. પરંતુ, આજે સરકાર કે તંત્ર તરફથી કેટલાંક બદલાવ આવી રહ્યા છે જે તમને ખૂબ પરેશાન કરી શકે છે. હિંમત ના છોડવી વધારે સારું રહેશે. જે પણ સમસ્યા આવે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે તમે હંમેશાં બીજાના ભરોસે બેઠા છો. જો બીજા લોકો કાર્ય કરશે તો જ તમે કામ કરશો. તમારે આજે આ ટેવ બદલવી પડશે. નહીં તો તમે ઘણું ગુમાવશો. જે તમને નુકસાન પહોંચાડી શકે છે. સખત મહેનત કરવી. જે થોડો સમય લેશે પણ તમને ચોક્કસ સફળતા મળશે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજે કેટલાંક લોકો તમારા કામમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમે નારાજ થઈ શકો છો અને તમારા કાર્યો પૂરા કરતા પહેલા જ તે છોડી શકો છો. પરંતુ, ધ્યાનમાં રાખો કે જો તમે આવી સમસ્યાઓ ઉકેલશો નહીં તો તમે ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે સમાજસેવા એક એવું ક્ષેત્ર છે જ્યાં તમારી બમણી પ્રગતિ થશે. જો તમે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છો તો સારી વાત છે. આજે તમને ઘણી તક મળશે, જેની સાથે તમને જીવનમાં સફળતા મળી શકે છે. રોકાણ પણ ફાયદાકારક થઈ શકે છે. અધિકારીઓ સાથે દલીલો પણ થઈ શકે છે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે તમારા પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા સાથીદારો પ્રત્યેનું તમારું વર્તન ઉદાર રહેશે અને તમે તેમની બધી ભૂલોને માફ કરવા માટે તૈયાર છો. પરંતુ ભૂતકાળના અનુભવોથી શીખો. જેથી કોઈ તમને ફરીથી પરેશાન ના કરી શકે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે તમારા મિત્રો અને પ્રિયજનો માટે ખૂબ ચિંતા કરી શકો છો. તમારું કાર્ય છોડીને તમે અન્ય લોકો સાથે તેમના કોઈ કાર્યમાં ભાગ લઈને તમારો કિંમતી સમય બગાડો છો. આ ટેવ છોડો. આજે તમારે તમારા વિશે વધુ વિચાર કરવો પડશે. કાર્યકારી સ્થિતિ અનુકૂળ બની રહી છે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજે કાર્યસ્થળમાં બીજા પર ભરોસો રાખવાને બદલે તમારી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરો. જે તમને ફાયદો કરાવશે, નહીં તો તમારે આ ક્ષેત્રમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં આજે સહકાર્યકરો સાથે અજાણતા વિવાદ થઈ શકે છે. તેના કારણે મન ઉદાસ રહેશે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજે ઉદાસ વલણ અને શંકાના વાદળ તમારા મનને ઘેરી લેશે. જે તમને માનસિક રીતે નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. માતા-પિતા સાથે સારો સમય પસાર કરો. જો કે તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં થોડી અડચણ આવી શકે છે. તમારે આજે વધુ મહેનત કરવી પડશે.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજે ભાવનાત્મક અને લાગણી સંબંધિત કેટલીક બાબતો સામે આવશે. પરંતુ જો તમારે કોઈ નિર્ણય લેવો હોય તો તે કાળજીપૂર્વક લો નહીં તો તમારી કરુણા અને ઉદારતા તમને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જો કોઈપણ પ્રકારની ન્યાય નીતિ અથવા કાયદા સંબંધિત કોઈ મુદ્દો છે તો ઉતાવળ ટાળવી વધુ સારી છે.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે તમારું મન સંત સાથેની મુલાકાતથી ખુશ રહેશે. તમે ગુસ્સે થશો ત્યારે પણ ગુસ્સો નહીં આવે. આની મદદથી તમે ખરાબ વાતાવરણને વધુ સારું બનાવી શકશો. જોકે આજે વિદ્યાર્થીઓના અભ્યાસમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. અચાનક પૈસા ખર્ચવાનો હેતુ પણ સામે આવી શકે છે. પરંતુ શેરબજારથી દૂર રહો.  

 

આજનું પંચાંગ
10-09-2023 રવિવાર
માસ શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ અગિયારસ
નક્ષત્ર પુનર્વસુ 
યોગ વરીયાન 
કરણ બવ સવારે ૮.૨૦ પછી બાલવ 
રાશિ મિથુન (ક.છ.ઘ) સવારે 1૦.23 પછી કર્ક (ડ.હ)

શુભાંક – આજનો શુભ અંક છે 1 
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે ઉત્તર – નૈઋત્ય
રાશિ ઘાત – મેષ રાશિ (અ.લ.ઈ.)

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો કરાયો દિવ્ય શણગાર, 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

આજનું રાશિફળ/ 21 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ – શ્રધ્ધાથી લખો “હર હર મહાદેવ”

KalTak24 News Team

આજનું રાશિફળ/ 28 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સાંઈબાબાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..