December 4, 2024
KalTak 24 News
Gujarat

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

જામનગર : જામનગર(Jamnagar) તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની બાળકી(Girl) રમતાં રમતાં ખુલ્લા બોરવેલ(Borewell)માં ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન(Rescue Operation) હાથ ધરાયું છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બાળકી હાલ બોરની અંદર 20 ફૂટ નીચે ફસાયેલી જોવા મળી રહી છે. બચાવ કરનારની ટીમને બાળકીને હાથ દેખાયા હતાં. હાલમાં ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરાયું

જેસીબીની મદદથી ખોદકામ શરૂ કરાયું
રેસ્ક્યૂ માટે NDRFની ટીમ પણ રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત 108ની ટીમ ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ જવાનો અને આસપાસના ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી છે. જેસીબીની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 7 ફૂટ સુધીનું ખોદકામ હાલ સુધી કરાયું છે.

40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ છે. વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતાં આસપાસના લોકો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલિક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે..

જેસીબીની મદદથી બોરવેલની બાજુમાં ખોદકામ શરૂ કરાયું.

બાળકી અંદાજે બોરની અંદર 20 ફૂટ નીચે છેઃ ફાયર અધિકારી
આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન. પાન્ડયનમીડિયાને જણાવ્યું હતું કે, ખેતમજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી. કેમરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. હાલ બાળકી અંદાજે બોરની અંદર 20 ફૂટ નીચે છે. બાળકની હાથ દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની પણ કાર્યવાહી ચાલું છે. બોરવેલની સાઈડમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે.અમે આને સતત અપડેટ કરીએ છીએ..

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

આજથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

KalTak24 News Team

PM મોદી આવતીકાલે 3400 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું કરશે ઉદ્ઘાટન…

KalTak24 News Team

ગુજરાત / શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક તથા સામાજિક વિકાસમાં વધારો,ખેડૂતોને ગત વર્ષે રૂ. ૩૩૯૧ કરોડથી વધુની રકમ ચૂકવાઈ

KalTak24 News Team
advertisement