March 25, 2025
KalTak 24 News
Gujarat

PM મોદી આવતીકાલે 3400 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું કરશે ઉદ્ઘાટન…

Surat Diamond Bourse

Surat Diamond Bourse: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્ઘાટન કરશે. 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે.

ડાયમંડ બુર્સ એ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે, કારણ કે તેમાં 4,500 થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો છે. આ બિલ્ડિંગમાં 175 દેશોના 4,200 વેપારીઓને સમાવવાની ક્ષમતા છે જે પોલિશ્ડ હીરા ખરીદવા સુરત આવશે. વેપાર સુવિધા અંદાજે 1.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે, કારણ કે વિશ્વના ખૂણેખૂણેથી હીરા ખરીદનારાઓને સુરતમાં વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે.

 અહી દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.

વિશ્વની સૌથી મોટી ઇમારત

અગાઉ જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સુરત ડાયમંડ બોર્સે હવે છેલ્લા 80 વર્ષોમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જ તરીકે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે. અહીં એક ઓફિસ બિલ્ડિંગ છે. તે વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.

સુરત ખાતે પ્રધાનમંત્રીનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. વિવિધ 6 પોઈન્ટ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરાશે. 5 હજાર જેટલા કાર્યકરો પીએમનું સ્વાગત કરશે. આ માટે ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ છે. ઓએનજીસી બ્રિજ – ઓ.પી ફાર્મની સામે – મનભરી ફાર્મ – રોડ મટીરીયલ ડેપો – ડાલમિયા ફાર્મ – સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પીએમનું  સ્વાગત કરાશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે.

 જ્યાં 67,000 લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે.

પીએમ મોદીના આવવાના કારણે લોખંડી બંદોબસ્ત

વડાપ્રધાનની સુરત મુલાકાતને પગલે સુરત શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમની સુરક્ષા વ્યવસ્થામાં શહેર પોલીસના ટોચના અધિકારીઓ ઉપરાંત 3000 પોલીસ જવાનો, 1800 હોમગાર્ડના જવાનો, 550 ટીઆરબીના જવાનો મળી કુલ 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે.વડાપ્રધાનના બંદોબસ્તના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.એક કાર્યક્રમ સુરત એરપોર્ટ ખાતે જ હોય સુરક્ષા વ્યવસ્થાને લીધે એરપોર્ટ જતા મુસાફરોને અગવડતા નહીં પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન સાધવામાં આવશે.ઉપરાંત, જીવનજરુરીયાતના વાહનોને અગવડતા નહીં પડે તે માટે પણ ટ્રાફિક પોલીસ સંકલન કરાશે. સુરત શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરી અસામાજીક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સુરત પોલીસ કમિશ્નરનું મહત્વનું જાહેરનામું

સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાં મુજબ સવારે 8 વાગ્યાથી ઓએનજીસી ઓવરબ્રીજ સર્કલથી ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા પર કાર્યક્રમ પૂર્ણ થાય સુધી પ્રતિબંધ રહેશે. ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસકે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર કાર્યક્રમ પૂર્ણ થાય સુધી પ્રતિબંધ રહેશે.

 

 

 

Related posts

સાળંગપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓએ શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરી મેળવ્યા આશીર્વાદ;મંદિરમાં કર્યુ વૃક્ષારોપણ

KalTak24 News Team

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી: ગુજરાતના આ શહેરમાં પડશે અતિભારે વરસાદ,જલ્દી જુઓ આખું લિસ્ટ…

KalTak24 News Team

જસદણની પાંચ મહિનાથી ગુમ યુવતી સિંગાપોરથી મળી આવી,પ્રેમી સાથે લગ્ન કરી સિંગાપોરમાં રહેવા લાગી

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં