ગુજરાતપોલિટિક્સ
Trending

આજથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

અમદાવાદ(Ahmedabad) : ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah) રાજસ્થાનના જેસલમેરથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમાં સપ્ટેમ્બરમાં સળંગ બીજા સપ્તાહે તેઓ ગુજરાત(Gujarat)માં છે. ગત સપ્તાહના રવિવારે અમદાવાદમાં લોકાપર્ણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. 11 સપ્ટેમ્બરને રવિવારે તેઓ સૌરાષ્ટ્રના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે.

હનુમાનજી મહારાજ(Hanuman maharaj) ની પ્રતિમાનું લોકાપર્ણ કરશે
ઉલ્લેખનીય છે કે આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ(Amit Shah) સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. જેમાં અમર ડેરીમાં અમિત શાહ(Amit Shah)નો પરિસંવાદ કાર્યક્રમ યોજાશે. તથા સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. તેમજ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, જગદીશ પંચાલ ઉપસ્થિત રહેશે. તથા અમર હની, મિનિરલ મીક્ષચર પ્રોડક્ટનું અમિત શાહ લોન્ચિંગ કરશે.

અમર ડેરીમાં અમિત શાહ(Amit Shah)નો પરિસંવાદ કાર્યક્રમ
અમરેલી(Amreli)માં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah)ની અધ્યક્ષતામાં રવિવારે સહકાર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે 11- 30 કલાકે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની એન્યુઅલ જનરલ મિટિંગનું પણ આયોજન થયુ. આ પરિસંવાદ અને વાર્ષિક બેઠકને અમિત શાહ સંબધશે.

સોમનાથ વેબ પોર્ટલ(webportal) નું લોન્ચિંગ પણ કરશે

અમરેલીથી તેઓ સોમનાથ ખાતે બપોરે ત્રણેક વાગ્યે ભગવાન સોમનાથ દાદાના દર્શન અને પૂજા કરશે. તેમજ સોમનાથ વેબ પોર્ટલનું લોન્ચિંગ પણ કરશે. ત્યારબાદ સમુદ્ર કિનારે સમુદ્ર દર્શન પથ ઉપર મારૂતિ હાટની 262 દૂકાનો તેમજ 16 ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાનું લોકાપર્ણ કરશે. બાદમાં તેઓ અમદાવાદ પરત ફરશે. જ્યાં સાયન્સ સિટીમાં ચાલી રહેલી સેન્ટર- સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button