- સુરત ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં બની પ્રથમ ઘટના
- મેખલા સાદર નામની સાડી પર મૂક્યો પ્રતિબંધ
- કોઈ રાજ્ય દ્વારા પ્રોડક્ટ પર બેન મુકાયાની પ્રથમ ઘટના
- આસામની સાડીને પ્રોત્સાહન આપવા નિર્ણય
Surat: આસામ(Assam) સરકારે સુરતમાં બનતી સાડી પર પ્રતિબંધ મૂકાતા ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં ચકચાર મચી જવા પામી છે. એક રાજ્ય દ્વારા અન્ય રાજ્યની પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂક્યો હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે. આસામે 1 માર્ચથી સુરત(Surat)માં બનતી મેખલા સાદર નામની સાડી પર આસામમાં વેચાણ પ્રતિબંધ મૂક્યો છે.
ક્યાં કારણોસર મુકવામાં આવ્યો છે પ્રતિબંધ?
મળતી માહિતી મુજબ,સુરતની સાડી પર આસામમાં મૂકવામાં આવેલા પ્રતિબંધ પાછળનું રસપ્રદ કારણ પણ છે. આસામમાં પણ પરંપરાગત મેખલા સાદર સાડી બને છે. આસામમાં પણ પરંપરાગત રીતે મેખલા સાદર સાડીનું ઉત્પાદન થાય છે. સ્થાનિક સ્તરે બનતી સાડીને પ્રોત્સાહન આપવા માટે ત્યાંની સરકારે સુરતમાં બનતી સાડી પર બેન મૂક્યો છે. આસામની સાડીની કિંમત રૂ. 3000-10,000 છે જ્યારે સુરતમાં આ જ પ્રકારની સાડીની કિમત માત્ર રૂ. 500-700 છે.જોકે, આ મામલે સુરતના વેપારીઓએ કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે.
સુરતથી દર મહિને રૂપિયા 500 કરોડની કિંમતની સાડીઓ આસામ મોકલવામાં આવતી હતી. જેના કારણે સુરતના વિવર્ષને પણ સારો એવો વેપાર મળી રહેતો હતો. પરંતુ પ્રતિબંધ લાગતાં સુરતના વિવર્સની ચિંતામાં વધારો થયો છે. આસામ હેન્ડલુમ બોર્ડની દરમિયાનગીરીથી આસામ સરકારે 1 માર્ચે આસામી સિલ્ક સાડીની પોલિસ્ટર આવૃત્તિ પ્રતિબંધિત જાહેર કરી છે. આસામી સિલ્કની સાડીની પોલિસ્ટર આવૃત્તિથી સ્થાનિક હેન્ડલુમ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટું નુકસાન થવાની રજૂઆત કરાઈ હતી.
આસામી સિલ્ક સાડીની પોલિસ્ટર આવૃત્તિ પ્રતિબંધિત થતાં સુરતના વિવર્સ ભીંસમાં મૂકાયા છે. જેના કારણે સુરતમાં આસામની પરપરાંગત સિલ્ક સાડીની પોલિસ્ટર આવૃત્તિ બનાવતા વિવર્ષની હાલત કફોડી બની છે. સુરતના કારખાનેદારોની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થવા પામી છે. આસામી સિલ્ક સાડીની પોલિસ્ટર આવૃત્તિ પ્રતિબંધિત થતાં સુરતના વિવર્સની ગ્રેની ખરીદી ન નીકળતા, ગ્રેનું જોબ વર્ક પણ બંધ થયું છે. જેના પગલે સંખ્યાબંધ એકમો એક પાળી ચાલી રહ્યા છે.
આસામમાં પણ બને છે મેખલા સાદર સાડી
ઇન્ડસ્ટ્રીઝને થઈ રહેલા નુકસાન અને ઉદ્યોગોની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારે સુરતથી આવતી સાડીઓને પ્રતિબંધિત કરી છે. જેના કારણે સુરતના કારખાનેદારોને પણ મોટો ફટકો પડી રહ્યો છે. પોલિસ્ટર મેખેલા ચાદર સાડી પર પ્રતિબંધ મુકાતા 1 હજાર 200થી વધુ કારખાનેદારો માટે મુસીબત ઊભી થઈ છે. સુરત શહેરમાં 250 વિવર જેકાર્ડ ઉપર અને 1 હજાર વિવર પાવર લુમ્સ ઉપર ફેબ્રિકનું ઉત્પાદન કરતા હતા. પરંતુ આ નિર્માણ પામેલી સમસ્યાના પગલે આ કારખાનેદારોની હાલત હવે કફોડી થવા જઈ રહી છે.
મેખેલા ચદોર પ્યોર સિલ્કની સાડી હેન્ડલુમ વિવર્સ દ્વારા બનાવવામાં આવે છે. જોકે પ્યોર સિલ્ક હોવાના કારણે સાડીની કિંમત રૂપિયા 8 હજારથી લઇ 10,000 જેટલી હોય છે. જ્યારે સુરતમાંની પોલિસ્ટરની આ સાડી ગ્રાહકોને રૂપિયા 700થી 800માં મળી રહેતી હતી. સુરતથી દર મહિને રૂપિયા 500 કરોડની કિંમતની સાડીઓ આસામ મોકલવામાં આવતી હતી. જેના કારણે સુરતને પણ સારો એવો વેપાર મળી રહેતો હતો. પરંતુ પ્રતિબંધ લાગતાં સુરતના વિવર્સની ચિંતામાં વધારો થયો છે. સુરતના વેપારીઓએ કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રીને રજૂઆત પણ કરી છે
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp