May 18, 2024
KalTak 24 News
Entrainment

અમદાવાદમાં ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ના પ્રમોશન દરમિયાન બન્યો અનોખો સીન, શ્રદ્ધા કપૂર ને કહ્યું- ’10 રૂપિયે કી પેપ્સી, શ્રદ્ધા કપૂર સેક્સી’

Shraddha Kapoor In Ahmedabad

Shraddha Kapoor In Ahmedabad : રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor) સ્ટાર ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર‘(Tu Jhoothi Main Makkaar)નું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. રણબીર અને શ્રદ્ધા ફિલ્મના પ્રમોશન(Promotion)માં કોઈ કસર છોડવા માંગતા નથી. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ બંને સ્ટાર્સ જોરશોરથી તેનું પ્રમોશન કરી રહ્યા છે. ગઇકાલે શ્રદ્ધા કપૂર અમદાવાદના એક મોલમાં ફિલ્મ(Films)ના પ્રમોશન કરવા માટે પહોંચી હતી. જ્યાં ફેન્સે કંઈક એવું કહ્યું હતું, જે સાંભળીને શ્રદ્ધા શરમથી લાલ થઈ ગઈ હતી. હવે આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં શ્રદ્ધા કપૂર પિંક ટોપ અને બ્લુ જીન્સમાં સ્ટેજ પર ઉભેલી જોવા મળી રહી છે. અભિનેત્રીના સ્વાગત માટે અહીં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર યુવતીઓનું એક ગ્રુપ માઈક પર કહે છે કે, ’10 રૂપિયે કી પેપ્સી, શ્રદ્ધા કપૂર સેક્સી.’ ત્યારબાદ ત્યાં હાજર દરેક વ્યક્તિ આવું બોલતા જોવા મળ્યા હતા. આવા નારા સાંભળીને અભિનેત્રી શરમાઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ લવ ફિલ્મના બેનર હેઠળ બની છે. તે ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર એકસાથે ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે કાર્તિક આર્યન કેમિયો કરતો જોવા મળવાનો છે. આ ફિલ્મ 8 માર્ચ, 2023ના રોજ હોળીના તહેવાર પર સિનેમાઘરો માં રિલીઝ થશે.

આ પ્રમોશન ઈવેન્ટમાં એક છોકરાના ચાહકે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ચાહકે જણાવ્યું કે તે એક બેંકમાં કામ કરે છે અને આ પ્રસંગે શ્રદ્ધાને મળવા માટે તે મેડિકલ ઈન્સ્યોરન્સના ખોટા બહાને તેની ઓફિસે આવ્યો હતો. આ જૂઠ સાંભળીને જ્યારે શ્રદ્ધા હસી પડી ત્યારે આ પ્રશંસકે દર્શકોને કહ્યું, ‘હું તમારા માટે દુનિયાને છેતરી શકું છું.’

ડાયરેક્ટર લવ રંજન ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી સુપરહિટ ફિલ્મો લાવ્યા છે. હવે ‘તુ જૂઠી મેં મક્કર’માંથી લવ રંજન રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે પોતાની ફ્લેવર ફિલ્મ લઈને આવી રહ્યા છે. મજાની વાત એ છે કે આ ફિલ્મના પ્રમોશન દરમિયાન રણબીર અને શ્રદ્ધા ક્યાંય સાથે પ્રમોશન નથી કરી રહ્યા. બલ્કે બંને અલગ-અલગ શહેરોમાં પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટ દરમિયાન જ ડિરેક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે આ ફિલ્મની જોડી તમને ક્યાંય સાથે જોવા નહીં મળે. જો તમારે આ બંનેને સાથે જોવા હોય તો તમારે થિયેટર્સમાં આવવું પડશે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

રણવીરસિંહનું નવું મૂવી’જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ

KalTak24 News Team

અમદાવાદ/ પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને રિલીઝ કરાયું આ ગુજરાતી ફિલ્મનું ટાઇટલ,ગુજરાતના શૌર્ય,સમર્પણ અને ઈતિહાસ દર્શાવતી છે ફિલ્મ

KalTak24 News Team

TMKOC: ‘તારક મહેતાના સેટ પર ‘ચંપક ચાચા’ થયા ઘાયલ, શૂટિંગ દરમિયાન થઈ ઘટના

Sanskar Sojitra