November 21, 2024
KalTak 24 News
Politics

ગોપાલ ઈટાલિયાએ કહ્યું- સુરતમાં યોગી આદિત્યનાથનો રોડ શો ફ્લોપ રહ્યો, ભાજપના દિગ્ગજો સુરત ભાગ્યાનો દાવો કર્યો!

Gopal italia and Yogi Adityanath

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ગણતરીનો સમય મતદાનમાં બાકી રહેતા ભાજપે(BJP) રોડ શોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ દરમિયાન ગોપાલ ઈટાલિયા(Gopal Italia)એ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સુરતમાં યોગી આદિત્યનાથ(Yogi Adityanath) ના રોડ શોમાં ઘણી ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હવે ગુજરાતમાં જે પ્રમાણેની સ્થિતિ છે એને જોતા લાગે છે કે પરિવર્તન અવશ્ય આવશે. યોગી આદિત્યનાથે પાટીદાર વિસ્તાર(Patidar Area) માં પ્રચાર કર્યો હતો.

રોડ શો ફ્લોપ રહ્યો, ભાજપના દિગ્ગજો દોડતા થયા- ઈટાલિયાનો દાવો
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે સુરતમાં યોગી આદિત્યનાથનો રોડ શો ફ્લોપ રહ્યો છે. જનમેદની તો અરવિંદ કેજરીવાલના રોડ શોમાં જ ઉમટી હોય છે. જો કેજરીવાલ સાથે તુલના કરો તો ભાજપનો રોડ શો ફ્લોપ જ હતો. તેવામાં આ જોઈએ અમિત શાહ ગઈ કાલે રાતે સુરત આવ્યા હતા. જ્યારે ઈટાલિયાએ વધુમાં કહ્યું કે જેપી નડ્ડા પણ આજે ઈમરજન્સીમાં સુરત ભાજપના પદાધિકારીઓ સાથે મિટિંગ કરવા માટે આવી ગયા છે. આ ગુજરાતમાં પરિવર્તનની નિશાની છે.

સ્ટાર પ્રચારક તરીકે યોગીનો રોડ શો…
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા એવા યોગી આદિત્યનાથે સુરત ખાતે રોડ શો કર્યો હતો. બુલડોઝર બાબાના નામથી લોકોમાં જાણીતા યોગી આદિત્યનાથના રોડ શોમાં જે લોકોનો પ્રતિસાદ મળ્યો એના પર આમ આદમી પાર્ટીએ નિશાન સાધ્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું છે કે ભાજપના રોડ શો કરતા વધારે પ્રતિસાદ તો કેજરીવાલને મળે છે. તેવામાં હવે આગામી સમયમાં ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ કેટલો જામશે એ જોવાજેવું રહ્યું.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા,4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે

KalTak24 News Team

ભાજપથી નારાજ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યું રાજીનામું,આ કરી મોટી જાહેરાત

Sanskar Sojitra

ગાંધીનગર/ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું,કહ્યું-ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ

KalTak24 News Team