બિઝનેસ
Trending

Bisleri હવે TATA ની : સન્માનના કારણે પાક્કી થઈ ગઈ ડીલ, જાણો શું બદલાશે બોટલમાં

Bisleri પાણીની બોટલ હવે TATAની બનશે. વાત જાણે એમ છે કે એક સમયે રિલાયન્સ (Reliance), નેસ્લે વગેરેએ ભારતની પ્રખ્યાત બોટલ્ડ વોટર નિર્માતા (Bottled water producer) બિસ્લેરીને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બ્રાન્ડને ખરીદવામાં કોઈ સફળ થયું ન હતું. ટાટા ગ્રૂપના મૂલ્ય અને સંસ્કૃતિને કારણે આ બ્રાન્ડ હવે 6 હજારથી 7 હજાર કરોડની ડીલ સાથે ટાટા પાસે આવી રહી છે.

બિસલેરી ટાટાની કેમ બની ?

રમેશ ચૌહાણ દ્વારા સ્થપાયેલી કંપની બિસ્લેરી ઈન્ટરનેશનલને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને વેચવા માટે સંમત થઈ હતી. કારણ કે ટાટાની કંપની મૂલ્ય અને ગુણવત્તા જાળવવાનો જુસ્સો ધરાવે છે અને લોકો માટે એક મિશન ધરાવે છે. તેમણે પોતે કહ્યું કે તેઓ આ બધી બાબતોનું સન્માન કરે છે.

હવે બિસ્લેરી કેવી રીતે મળશે ?

બિસ્લેરી બોટલ તમને પહેલાની જેમ જ મળતી રહેશે. જોકે ટૂંક સમયમાં તેના પેકેજિંગમાં ટાટાનો લોગો જોવા મળશે. ડીલ હેઠળ બિસ્લેરીની આખી ટીમ 2 વર્ષ સુધી કામ કરવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે ટાટા ટીમમાં ફેરફાર કરશે.

મહત્વનું છે કે ભારતમાં FMCGની ઝડપને જોતા ટાટા પણ તેનો પોર્ટફોલિયો વિસ્તારી રહી છે. હાલમાં ટાટા કોપર પ્લસ વોટર, ટાટા ગ્લુકો+ બોટલ્ડ વોટરનું ઉત્પાદન કરે છે. હવે આ ખરીદી સાથે ટાટા ગ્રુપ પાણીના ઉત્પાદન અને વેચાણમાં નંબર વન પર પહોંચી જશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button