અમરેલીઃ અમરેલીમાંથી નકલી પોલીસકર્મી ઝડપાયો છે. શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ પહેરી પોલીસ નેમ પ્લેટ રાખી નકલી પોલીસ બની આંટાફેરા કરતા વ્યક્તિને એલસીબીએ ઝડપી પાડ્યો છે. ત્યારે હાલ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યભરમાં નકલી પોલીસ અધિકારીઓ આઇપીએસ સહિત જજ સહિતના નકલી અધિકારીઓ ઝડપાય છે. ત્યારે વધુ એક અધિકારી ઝડપાયો છે. અમરેલી જિલ્લામાં નકલી પોલીસ આંટાફેરા મારતો ઝડપાયો છે. અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ ન હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરી એક નકલી ઇસમ ફરતો હતો. ગુજરાત પોલીસ યુનિફોર્મ સાથે પ્લેટ રાખવામાં આવી હતી. અમરેલી એલસીબી દ્વારા પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિની પૂછપરછ કરી પોલીસ ન હોવાની માહિતી મળતા પોલીસ યુનિફોર્મ કબ્જે કરી સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પોલીસનો યુનિફોર્મ, બેલ્ટ, શૂઝ સાથે ફરતો નકલી પોલીસ ઝડપાયો
નકલી પોલીસ બનીને ફરતા યુવકને અમરેલી એલ.સી.બી.એ ઝડપી પાડ્યો#amreli #gujarat #police #gujaratpolice pic.twitter.com/hab6YWsck0
— DD News Gujarati (@DDNewsGujarati) November 20, 2024
હાલ સીટી પોલીસને આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવા (ઉ.31, ચિતપુર, તાલુકો – ઉચ્છલ, જિ – તાપી)ની ધરપકડ કરવામાં આવી છે. વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસનો યુનિફોર્મ પોલીસ કેપ, બેલ્ટ, બુટ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1000 મળી કુલ રૂ.4000નો મુદામાલ કબ્જે લીધો છે. કોઈ વ્યક્તિ સાથે છેતરપીંડી કરી છે કે કેમ.? અન્ય વ્યક્તિઓ સાથે કોઈ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ કોઈ સાથે છેતરપીંડી ફ્રોડ ન થયો હોવાની માહિતી પોલીસ તપાસમાં ખુલી છે.
તાપી જિલ્લાનો શખ્સ અમરેલી શહેરમાં નકલી પોલીસ બની ફરી રહ્યો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે નકલી પોલીસકર્મી ઝડપાતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ પણ ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ માટે એસપી કચેરીમાં બોલાવી જાતે પૂછપરછ શરૂ કરી છે. હાલ નકલી પોલીસ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube