June 22, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં રખડતા કૂતરાનો આતંક યથાવત,વરાછામાં ઘર બહાર રમતી 1 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો,આંખમાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ

image 181

Surat News: સુરતમાં રખડતાં કૂતરાનો ત્રાસ યથાવત છે. વરાછા વિસ્તરામાં કૂતરાએ બચકા ભરી લેતા એક વર્ષની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. કૂતરાના આતંકના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરમાં વધુ એક વખત રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે. અગાઉ પણ રખડતા કૂતરાઓએ શહેરમાં બાળકોને અને લોકોને બચકાં ભર્યા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે હાલમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં ઘર પાસે રમતી 1 વર્ષની બાળકીને કૂતરાએ બચકાં ભર્યા હતા. કૂતરાએ બચકાં ભરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી.

ઘટના ગુરુવારના રોજ બપોરની હતી. વરાછા આદર્શ નગર સોસાયટી નજીકની બોમ્બે કોલોનીમાં એક બાળકી ઘર બહાર રમી રહી હતી. ત્યારે અચાનક કોઈ રખડતું શ્વાન સોસાયટીમાં ઘુસી ગયું હતું. ત્યાર બાદ રમતી બાળકીને શિકાર બનાવવાના ઇરાદે હુમલો કરી આંખ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.

કૂતરાએ હુમલો કરતા બાળકીએ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કૂતરાથી બાળકીને બચાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં કૂતરાએ બાળકીને બચકા ભરી લીધા હતા. આ બનાવમાં બાળકીને ગંભીર ઇજા પહોંચી હોય પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. બાળકીને હાથ તેમજ આંખના ભાગે ઇજાઓ પહોંચી છે. કૂતરાઓના સતત વધી રહેલા ત્રાસથી સ્થાનિકોમાં રોષ છે.

તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકીનું નામ લક્ષ્મી બગદારામ પ્રજાપતિ છે. એક વર્ષની બાળકીનું આંખનું ઓપરેશન કરાઈ રહ્યું છે. ડોક્ટરોએ પણ પડકાર ઝીલ્યો છે. બાળકીની આંખ ને બચાવી લેવા મહેનત કરી રહ્યાં છે. પરિવાર હાલ ખૂબ જ દુઃખી છે. કશું પણ બોલવા તૈયાર નથી. જોકે આ બાબતે પોલીસ ચોપડે પણ નોંધ કરાઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

રાજકોટ/ ખોડલધામ કાગવડ ખાતે વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાઈ,શું કહ્યું ખોડલધામ ચેરમેન નરેશ પટેલે?

Sanskar Sojitra

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સરદાર સાહેબને ભાવાંજલિ,સરદાર જયંતીની આજીવન ઉજવણીનો પ્રારંભ

KalTak24 News Team

સુરત/ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની માનવતા,સ્વચ્છતામિત્રોએ સોનાના દાગીના ભરેલું બોક્સ ઓફિસમાં કરાવ્યુ જમા

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા