લાઠી: અમરેલી(Amreli)ના લાઠી તાલુકામાંથી એક મોટા સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ છે. ત્યારે આવા સમયે લાઠીના આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશમાંથી વીજળી પડી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ આંબરડી ગામમાં આજે આકાશી વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 5 લોકોના મોત થયા છે. કપાસની ખેતીકામ કરી પરત ફરી રહેતા પાંચેયનો આકાશી આફતે જીવ લીધો છે. તેમજ ત્રણ લોકો ગભરાઈ જતા તેઓને ઢંસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ ધારાસભ્ય જનક તળાવિયા સહિતનાઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે લાઠીના આંબરડી ગામે વીજળી ત્રાટકી હતી અને ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતા હતા, તે સમયે વીજળઈ ત્રાટકતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા છે. મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા છે. ત્યારે વીજળી પડવાથી અન્ય 3 ઈજાગ્રસ્ત થયા છે, જેમને પણ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. ત્યારે હાલમાં નાના એવા ગામમાં 5 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ છે.
મૃતકોના નામ
- ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા – ઉંમર 35 વર્ષ – ગામ આંબરડી
- શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા – ઉંમર 18 વર્ષ – ગામ આંબરડી
- રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા – ઉંમર 7 વર્ષ-ગામ આંબરડી
- રૂપાલીબેન દલસુખભાઈ – ઉંમર 8 વર્ષ – ગામ આંબરડી
- રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા – ઉંમર 5 વર્ષ- ગામ આંબરડી
ઘરે આવતા સમયે રસ્તામાં વીજળી પડતા 5ના મોત
મૃતકોના સાથી અનિલે જણાવ્યું હતું કે, અમે કપાસ વિણવા ગયા હતા અને ત્યાંથી અમે આવતા હતા. ત્યારે વીજળી પડી તો પાંચ લોકોના મોત થયા હતા. અમે 108માં ફોન કર્યો તો લાઠી સિવિલથી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી હતી. અન્ય એક સાથીએ જણાવ્યું હતું કે, અમે કપાસ વિણવા ગયા હતા. જ્યાં વરસાદ શરૂ થતાં ખેડૂતે કહ્યું કે, તમે ઘરે જતા રહો. બાદમાં અમે ઘરે આવતા હતા અને રસ્તામાં વીજળી પડી તો અમારા પાંચ લોકોના મોત થયા છે
લાઠી તાલુકા વિકાસ અધિકારી વિક્રમભાઇ દેથળીયાએ જણાવ્યું કે, આજે આશરે સાંજે 5 વાગ્યાની આસપાસ આંબરડી ગામે વિજળી પડવાથી 5 મજૂરોના મોત થયા છે. જેમાં 4 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. સરકારી તંત્ર હતભાગીઓના પરિવારની સાથે છે. વહેલામાં વહેલી તકે સહાય ચુકવવાનો પ્રયાસ કરીશું.
આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…

- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube