Surat News: ઉતરાયણનાં તહેવાર (Uthrayan Festival) દરમિયાન પતંગની દોરીથી ગળું કપાવવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. જો કે, ઉતરાયણનાં તહેવારને હજું બે મહિના જેટલી વાર છે પરંતુ, સુરતમાં (Surat) પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળું કપાયાની એક હચમચાવતી ઘટના સામે આવી છે. અમરોલી-સાયણ રોડ પર પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાયું છે. ગળાનાં ભાગેથી મગજમાં જતી ત્રણ નસ પણ કપાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ, યુવક હોસ્પિટલમાં જીવન અને મોતની લડાઈ લડી રહ્યો છે.
પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું
પ્રાથમિક અહેવાલ અનુસાર, સુરતનાં (Surat) અમરોલી-સાયણ રોડ(Amroli-Sayan Road) સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ગળું ચાઇનીસ દોરીના કારણે કપાઈ ગયું હતું. યુવાન લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલમાં ખસેડયો હતો. ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસ કપાઈ ગઈ છે. જ્યારે હાલ પણ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે અને ICUમાં સારવાર ચાલી રહી છે.આ અંગે, સમર્થનાં પરિવારજનોને જાણ કરાતા તેઓ ત્વરિત હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સમર્થ અરવિંદ નાવડીયા (રહે.મોટા વરાછા) ગત 18 નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમરોલી-સાયણ સ્થિત ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું.
ગળાનાં ભાગેથી મગજમાં જતી 3 નસ પણ કપાઈ
પોલીસે લોહીથી લથબથ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ત્યાંથી તુરંત જ કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ડોકટર દ્વારા ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસને જોઇન્ટ કરી સમર્થને નવજીવન આપ્યું હતું અને હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે જ સમયસર સારવાર નહીં મળતે તો સમર્થને બચાવવું અશક્ય હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં આવતા ઉતરાયણના પર્વ પહેલા જ અત્યારથી જ દોરીથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉતરાયણ પહેલા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. ત્યારે હવે આ જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવે છે તે જોવું રહ્યું.
સળગતા સવાલ
- પ્રતિબંધ હોવા છતાં વેચાણ કેમ?
- ગ્રાહકો સુધી ચાઇનીઝ દોરી કેવી રીતે પહોંચે છે?
- શું ચાઇનીઝ દોરી ઇમ્પોર્ટ થાય છે?
- ચાઇનીઝ દોરી અહીં બનાવાય છે?
- વેપારી સુધી પ્રતિબંધિત દોરી કોણ પહોંચાડે છે?
- કેમ આસાનીથી મળે છે ચાઇનીઝ દોરી?
- પતંગનો આનંદ કોઇના જીવનથી વધુ કેમ?
- વધુ પતંગ કાપવાનો આનંદ જીવલેણ છે તે ક્યારે સમજશો?
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube