Ganesh Chaturthi 2024 photos: આવતીકાલથી ગણેશચતુર્થી ની સાથે ગણેશજી ની ૧૦ દિવસ ધામધૂમથી પૂજા-અર્ચના કરવામાં આવશે.તમે પણ ઘર બેઠા દર્શન કરી શકશો.જો વિધ્નહર્તાનું સ્થાપન તમારાં ઘર, સોસાયટી અને પંડાલમાં થઈ રહ્યું છે ત્યારે કલતક 24 ન્યૂઝ(Kaltak24 news) પણ આ ઉત્સવમાં તમારી સાથે જ છે. તમારાં ઘર, સોસાયટી કે પંડાલમાં સ્થાપન કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિના ફોટોઝ તમારાં નામ, સોસાયટી કે પંડાલનાં નામ સાથે શહેર, વિસ્તારની વિગત લખી અમને આ નંબર 94099 59358 પર વ્હોટ્સએપ કરી આપો. અમે એ ફોટોઝને ન્યૂઝમાં સ્થાન આપીશું.
ગણેશચતુર્થી 2024નો શુભ સમય
દ્રિક પંચાંગ અનુસાર, ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિ 06 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 સુધી ચાલુ રહેશે. ગણેશચતુર્થીએ ગણેશ સ્થાપન અને પૂજા માટેનો સમય 7 સપ્ટેમ્બરે બપોરે 11:03થી 1:33 સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 02 કલાક 31 મિનિટનો છે.
ગણેશ સ્થાપન પછી આ નિયમોનું પાલન કરો
- દરરોજ સવાર-સાંજ ગણેશજીની મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને પૂજા કરો.
- જ્યાં સુધી ગણેશજી તમારા ઘરમાં રહે છે ત્યાં સુધી તેમને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ પ્રકારનાં ભોજન અર્પણ કરવાં જોઈએ.
- ગણેશજીની સ્થાપના કર્યા પછી જેટલા દિવસો સુધી બાપ્પા તમારા ઘરમાં રહે એટલા દિવસ તમારે સાત્ત્વિક ભોજન કરવું જોઈએ.
- ગણેશચતુર્થીના દિવસે પૂજા અને ઉપવાસ કરો અને ભગવાનને મોદક ચઢાવો.
- ભગવાન ગણેશજીની મૂર્તિને યોગ્ય દિશામાં મુખ રાખીને સ્થાપિત કરો અને એ સ્થાનને દરરોજ ગંગાજળથી શુદ્ધ કરો.
- ભગવાન ગણેશજીની પૂજા કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો.
આ પણ વાંચો:
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube