Chocolate Ice Cream Pakoda Viral Video: ઇન્ટરનેટ પર ઘણી વિચિત્ર વાનગીઓ જોવા મળે છે. ક્યારેક લોકો ગુલાબજાંબુ પિઝા બનાવવા લાગે છે તો ક્યારેક તેઓ આઈસ ચાટ બનાવવા લાગે છે. જેમાં લોકોએ હવે આઈસ્ક્રીમને પણ નથી છોડી.એક વ્યક્તિએ લોકોની ફેવરિટ આઈસ્ક્રીમનું શું કર્યું છે તે જોઈને તમારી પાસે કહેવા માટે શબ્દો ઓછા પડી શકે છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ આઈસ્ક્રીમના પકોડા બનાવતો નજરે પડી રહ્યો છે.
ચોકોબારના ભજીયા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોશો કે એક પ્લેટમાં ચોકોબાર રાખવામાં આવી છે. ઉપરાંત, એક વાસણમાં ચણાના લોટનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે અને નજીકના કડાઈમાં તેલ ગરમ કરવામાં આવી રહ્યું છે. યુવક ચોકોબારની સ્ટિક પકડે છે અને તેને ચણાના લોટમાં બરાબર બોળવા લાગે છે. એટલું જ નહીં, તે તેને તળવા માટે ગરમ તેલમાં પણ નાખે છે.
Time to leave this planet pic.twitter.com/O4FYkGugnx
— desi mojito 🇮🇳 (@desimojito) August 20, 2024
આવા ભજીયા કોણ ખાય!
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક શખ્સ ચોકોબાર આઈસ્ક્રીમને ચણાના લોટમાં પકોડાની જેમ ડુબાડીને ગરમ તેલમાં તળી રહ્યો છે.આ રેસીપીનો વીડિયો Xના હેન્ડલ @desimojito પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર જોરદાર રિએક્શન આપી રહ્યા છે.
50 લાખ વ્યુઝ મળ્યા છે
આ વીડિયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે તેને 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આને શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે – ‘હવે આ ગ્રહ છોડવાનો સમય આવી ગયો છે.’ આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. આ રેસિપી જોઈને યુઝર્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા યુઝર્સ કહે છે કે લોકો આવી વસ્તુઓ બનાવવાનું વિચારે પણ કેવી રીતે.
Before leaving the planet don’t forget to grab some gulab pakoras for the journey! pic.twitter.com/rPFYfs2m0L
— Kashif Chaudhary (@kashifch) August 20, 2024
એક યુઝરે જણાવ્યું કે હવે આપણે આ પૃથ્વી છોડી દેવી જોઈએ. જો કે તેના પર એક યુઝરે ગુલાબના પકોડા તળતો વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે પૃથ્વી છોડતા પહેલા આ કેટલાક ગુલાબના પકોડા સાથે લઈ જવાનું ભુલશો નહિ.
અન્ય એક યુઝરે લખ્યું કે બસ હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું. એક યુઝરે તો તેને ચોકોબાર ભજ્જી નામ પણ આપી દીધું.
એક યુઝરે લખ્યું છે – આ ખાધા પછી તમે ચોક્કસપણે આ દુનિયા છોડી જશો. અન્ય એક યુઝરે લખ્યું છે – શું આ બધું આ દુનિયામાં પણ થાય છે? ત્રીજાએ લખ્યું છે- મને અહીં પરમાણુ વિસ્ફોટની આશા હતી.
આ વીડિયો જોયા બાદ શું તમે પણ આઈસ્ક્રીમ પકોડાનો ટેસ્ટ કરવાનો પ્રયાસ કરશો ?
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube