December 12, 2024
KalTak 24 News
Gujarat

ઉપલેટા : છ મહિના પહેલાં બહેને પ્રેમલગ્ન કરતાં સગા ભાઈએ સગા ભાઈએ સરાજાહેર બહેન-બનેવીને તીક્ષ્ણ હથિયાર હત્યા કરી

  • રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના
  • કુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
  • જાહેર હુમલામાં યુવક અને યુવતીના ઘટનાસ્થળે મૃત્યુ

રાજકોટના ઉપલેટામાં કુંભરવાડાના નાકે ડબલ મર્ડરની ઘટના બની. કુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારના ઝીંકીને હુમલાખોરો ફરાર થઇ ગયા. બંને યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. હાલમાં મૃતદેહો કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યુ છે કે હત્યા કરનાર શખ્સ બીજુ કોઇ નહી પરંતુ યુવતીનો ભાઇ જ હતો.

આરોપી ભાઈને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ, ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.22) અને અરણી ગામની હિના સોમજીભાઈ સિંગરખિયા (ઉં.વ.18)ને હીનાના ભાઈ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનીલને પકડવા શોધખોળ હાથ ધરી છે.

ઉંમર પૂરી થતા હીના અનિલ સાથે ભાગી ગઈ હતી
ત્યારબાદ ઉંમર પૂરી ન હોવાના કારણે અનિલ અને હીના પોતાના ઘરે જતા રહ્યા હતા. પરંતુ છ પહેલા હીનાની ઉંમર પૂરી થઈ જતા ઘરેથી અનિલ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રહેતી હતી. આ દરમિયાન આજે હીનાના ભાઇ સુનિલને પોતાના બહેન-બનેવી ઉપલેટામાં હોવાની માહિતી મળતા તમને શોધતો હતો. સવારે 11 વાગે કુંભારવાડા નાકે મળી જતા એમના બહેન-બનેવી ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા હીનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બનેવી અનિલની હાલત ગંભીર હોય તેમને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઇ જતા હોસ્પિટલે પહોંચે એ પહેલાં તેમનું મોત થયું હતું.

બહેને પ્રમલગ્ન કરતા ભાઈને આંખના કણાની જેમ ખટકતું
હીનાએ અનિલ સાથે પ્રેમલગ્ન કરતા ભાઈ સુનિલને આંખના કણાની જેમ ખટકતું હતું. હીના ખીરસરા ગામે રહેતા અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. અગાઉ પણ પ્રેમલગ્ન માટે ભાગ્યા હતા. પરંતુ યુવતીની ઉંમર ઘટતી હોવાથી જે-તે વખતે યુવતી તેમના પિતાના ઘરેથી ભાગી જતા પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભાયાવદર પોલીસે યુવક-યુવતીને પકડી પાડ્યા હતા. તે સમયે યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશન ઝેરી દવા પી લીધી હોવાનુ પણ જાણવા મળ્યું છે.

આરોપી સુનિલ માતા-પિતાનો એકનો એક દીકરો
આ પ્રમલગ્નનો કરુણ અંજામ આવ્યો હતો. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને પકડવાના તપાસ હાથ ધરી છે. જોકે આરોપી સુનિલ હુમલો કર્યા બાદ ભાગી જતા પોલીસ તેમનું પગેરૂ દબાવા ચકો ગતિમાન કર્યા છે. છરીના ઘાથી પોતાની સગી બહેન અને બનેવીને મોતને ઘાટ ઉતારનાર આરોપીના લગ્ન બે વર્ષ પહેલા થયાનું જાણવા મળ્યું છે. તેમજ સુનીલ એમના માતા-પિતાનો એકના એક પુત્ર હોવાનું સામે આવ્યું છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

દુર્ઘટના/ જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી,એક જ પરિવારના 3ના મોત,બચાવ કામગીરી ચાલુ

KalTak24 News Team

Rajkot News : પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા,નવાં 51 ટ્રસ્ટીની વરણી

KalTak24 News Team

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનના ચૂકવવો પડશે ચાર્જ,જાણો કેટલો વસૂલાશે ચાર્જ

KalTak24 News Team
Advertisement