November 14, 2024
KalTak 24 News
Gujarat

Bhavnagar: ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ તામિલનાડુની બસ, 8 કલાકના દિલધકડ રેસ્કયુ બાદ તમામ દર્શનાર્થીને બચાવી લેવાયા

BHAVNAGAR Rescue

Bhavnagar: ભાવનગર કોળિયાક ખાતે મોડી રાત્રે તામિલનાડુથી આવેલી એક બસ પાણીના વહેણમાં ફસાઈ હતી. આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવનાં દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓની બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ હતી. જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા હતા.અહીં તેમની મદદે આવેલી ટ્રક પણ આ પાણીના પ્રવાહમાં અટવાઈ જતા ભારે મુશ્કેલી સર્જાણી હતી. મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પણ તંત્રએ મહામહેનતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યૂ કરી તમામ 29 યાત્રાળુને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

a2647078 6c12 494a 8e48 197b6fb304cf 1727400789139

ભારે વરસાદ થતા ઘોઘાની માલેશ્રી નદીમાં ભારે ઘોડાપુર આવ્યું

ભાવનગર કોળિયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન માટે દક્ષિણ ભારત તામિલનાડુમાંથી એક ખાનગી બસ લઈને 29 લોકો ખાસ દર્શન કરવા આવ્યાં હતાં. જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી અવિરત વરસાદને લઈને ઘોઘા વિસ્તારમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસી જતા ઘોઘાની માલેશ્રી નદીમાં ભારે ઘોડાપુર આવ્યું છે. જેથી દર્શન કરીને પરત ફરી રહેલા આ યાત્રાળુઓની બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણ પાણીના ધસમસતા પ્રવાહમાં આ બસ ફસાણી હતી.

vlcsnap 2024 09 27 07h32m34s052.width 800

મધરાતે પરિસ્થિતિ બેકાબૂ બની

બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ઘોઘા મામલતદાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ થતા ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા. ભાવનગર ફાયરબ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યૂમાં જોડાયો હતો.

આ બાદ રાત્રે 10:30થી 11 વાગ્યાની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડીને 29 લોકોનું રેસ્ક્યૂ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં તે ટ્રક પણ ફસાતા પરિસ્થિતિ કપરી બની હતી.

01 1727403906

NDRFની ટીમ 12:30થી 1 વાગ્યાની આસપાસ કોળિયાક પહોંચી

પરિસ્થિતિ બેકાબૂ બનતા આખરે ભાવનગર કલેક્ટરે NDRFની ટીમને જાણ કરી હતી. NDRFની ટીમ અમરેલીથી 12:30થી 1 વાગ્યાની આસપાસ કોળિયાક પહોંચી હતી. બાદમાં તેમણે આવીને રેસ્ક્યૂ કામગીરી હાથમાં લીધી હતી.

c13ad2bd c2eb 428d a2f4 6b0fff00710e 1727400789142

તંત્રએ 29 લોકોના જીવ બચાવ્યા

ત્યારબાદ પાણીના વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા. બાદમાં વરસાદ બંધ થતાં આખરે 2થી 3 કલાક બાદ પાણીના વહેણ નીચા ઊતરતા રાહત થઈ હતી. બાદમાં બીજી ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા. આમ NDRFની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચી જતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

fa436601 1982 43b2 b345 8f9070e993ef 1727400789140

યાત્રાળુઓનું મેડિકલ ચેકઅપ કરાયું

ટ્રક સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ તમામ મુસાફરોના ચેકઅપ અર્થે તબીબોની ટીમ અને 108 ખડેપગે હતા. હાલ તમામ મુસાફરો માટે કળિયાબીડ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા તંત્રએ કરી છે.

GBGI9skVXOWCMk87nBtMDRTfBLTbFAugks8XY3jb

ડ્રાઇવર અજાણ્યો હોવાથી બસ ફસાઇ: જિલ્લા કલેક્ટર

આ ઘટના અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુની બસ કાળિયાકના દર્શનાર્થે આવી હતી અને ડ્રાઇવર અજાણ્યો હોવાને કારણે ગામના લોકોએ કોઝ-વેમાંથી પસાર ન થવા માટે જણાવ્યું હતું. પાણીના ધક્કાથી અડધી બસ કોઝવે ઉપર રહી અને અડધી પાણીમાં ગઈ હતી. અમને સાંજે 6:45થી 7 વાગ્યાની આસપાસ જાણ થઈ હતી. તાત્કાલિક સ્થાનિકો, સ્થાનિક આગેવાનો, પોલીસ વિભાગ, રેવન્યૂ વિભાગ, મામલતદાર, પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ હું, કમિશનર તથા એસપી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

45667e4f 8274 4b1f 80d5 cca619fb0d63 1727400789136

જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ફાયર બ્રિગેડની બે ટીમ, અમારી પણ ટીમ આ ઉપરાંત મોડી રાત્રે એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી. તમામના સંયુક્ત સહયોગથી આજે મોટી સંખ્યામાં યાત્રિકોને બચાવી શક્યા છીએ અને તમામને સલામત જગ્યાએ લઈ આવ્યા છીએ. યાત્રાળુઓની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છીએ કોઈને નાનું મોટું વાગ્યું હોય કે બ્લડ પ્રેશર સહિતની ઓક્સિજન લેવલ વધુ ઘટયું સહિતની સારવાર કરી હતી. આ ઉપરાંત તમામ યાત્રિકોને ભાવનગર રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ પણ તેઓને અમારી મદદની જરૂર હશે તો અમે જરૂર કરીશું.

પાણી સતત વધઘટ થઈ રહ્યું હતું: ધારાસભ્ય જીતુ વાઘાણી

આ અંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, નિષ્કલંક મહાદેવ મંદિરે તમિલનાડુના પોંડીચેરીની એક બસ ડ્રાઇવર સહિત 29 લોકો દર્શનાર્થે આવ્યા હતા. ભારે વરસાદ અને દરિયાના પાણીના કારણે કોઝવેમાં બસ ફસાઈ હતી. તાત્કાલિક મુખ્યમંત્રીને જાણ થતાં વહીવટી તંત્રને અને મને મોકલ્યો હતો. બસમાંથી ટ્રકમાં તમામ યાત્રિકોને સહી સલામત ખસેડવામાં આવ્યા હતા, ત્યાં પણ ટ્રક ફસાઈ જતા તકલીફો ઊભી થઈ હતી. પાણી પણ સતત વધઘટ થઈ રહ્યું હતું. કલાકો પછી ઘણા બધા નિર્ણયો લેવાયા, ત્યારબાદ એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી હતી. પાણીનો એટલો પ્રવાહ હતો કે એ પણ ત્યાં પહોંચી શકી ન હતી.

307fa5a3 ad2c 4b7a b9f8 a5c4a544caea 1727400789126

જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાનું નક્કી કરી સ્થાનિક ટ્રકને ત્યાં મોકલ્યો અને ફાયરના માણસોએ સામેની બાજુથી ચાર માણસોને ઉતાર્યા હતા. એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં નિસરણી દ્વારા એક પછી એક મુસાફરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા અને ટ્રકને રિવર્સ લાવી તમામ મુસાફરોને સુરક્ષિત પહોંચાડ્યા હતા. કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું અને સદનસીબે ભગવાને આપણને મદદ કરી વરસાદ પણ રહી ગયો. વહીવટી તંત્રએ 29 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. તમામને ભાવનગર પટેલ બોર્ડિંગ ખાતે રાખીશું અને તેઓને મળીને વાતચીત કરીને પોતાના વતન મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રીની સંવેદનાનો વિશેષ આભાર માનીશ કે આ ઘટનાને રાત્રે ત્રણ વાગે પણ ત્રણ વખત મુખ્યમંત્રીએ આ ઘટનાનું ફોલોઅપ લીધું હતું.

 

 

Group 69

 

 

Related posts

અરવલ્લી/ મોડાસા પાસે ટ્રકમાં લાગી ભીષણ આગ,ત્રણ લોકોના મોત,150થી વધુ ઘેટા-બકરા પણ જીવતા સળગ્યા

KalTak24 News Team

અમદાવાદના દાણીલીમડામાં ફ્લેટમાં આગનો બનાવ,એક બાળકનું મોત,8 લોકો દાઝ્યા, 27ને રેસ્ક્યુ કરાયા

KalTak24 News Team

CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય: કેબિનેટ બેઠકમાં મંત્રીઓ-અધિકારીઓના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..