October 15, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી મથુરાથી ઝડપાયો,પોલીસથી બચવા સાધુ બનીને ફરતો હતો

Surat Crime News

સુરત/: સુરત(Surat) પોલીસે 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતા ફરતા વોન્ટેડ(Most Wanted) આરોપીને ઉત્તર પ્રદેશના મથુરામાંથી ઝડપી લીધો છે. હત્યાનો આરોપી ઘણા વર્ષોથી મથુરાના આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરીને રહેતો હતો. જોકે આખરે 23 વર્ષ બાદ સુરત પોલીસના 3 જવાનો પોતે સાધુનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચ્યા અને આરોપીને પકડી લીધો. ખાસ વાત એ છે કે, આરોપી પર સરકાર દ્વારા 45 હજાર  રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.

સુરત PCB પોલીસની જે ટીમ મથુરા ખાતે ગઈ હતી તેમને સાધુનો વેશ ધારણ કરીને બે દિવસ સુધી હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપી પદમ ઉર્ફે રાકેશ પાંડા ની શોધખોળ કરી હતી અને અંતે કુંજ કુટી નામના આશ્રમમાંથી આરોપી પદમ ઉર્ફે રાકેશ પાંડા પોલીસના હાથે ઝડપાયો હતો. PCB પોલીસ દ્વારા આરોપીની ઓળખ કરવી મુશ્કેલ હતી તેથી સાધુ વેશમાં રહેલા પોલીસ કર્મચારીઓએ કુંજકુટી આશ્રમમાં સેવાર્થી તરીકે રહી આરોપી સાથે સારો પરિચય કેળવી તેને વિશ્વાસમાં લઈ તેનો પર્સનલ ડેટા મેળવીને આરોપીની તમામ માહિતી એકત્ર કરી સાધુ વેશમાં રહેલો વ્યક્તિ પદમ પાંડા છે તેની ખરાઈ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રેમ સંબંધમાં યુવકની કરી હતી હત્યા

સ્થાનિક પોલીસને આ બાબતે માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ચોકી ગઈ હતી અને આરોપીની પૂછપરછમાં તેને કબૂલાત કરી હતી કે, વર્ષ 2001માં તે ઉધનાના શાંતિનગર વિસ્તારમાં ભાડે રૂમ રાખીને રહેતો હતો અને તેને પાડોશમાં એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ મહિલાના ઘરે વિજય સાચીદાસ નામના વ્યક્તિની અવરજવર વધુ હતી અને આરોપી પદમ પાંડાએ વિજયને મહિલાના ઘરે ન આવવા માટે સમજાવ્યો હતો. છતાં પણ વિજય મહિલાના ઘરે જતો હતો અને ત્યારબાદ 3 સપ્ટેમ્બર 2001ના રોજ પદમ પાંડા પોતાના બે મિત્ર સાથે મળી વિજય સાચીદાસનું અપહરણ કર્યું હતું અને જોકે તેમ છતાં વિજય ન માનતા રાકેશે તેના બે મિત્રો સાથે મળી વિજયનું અપહરણ કરીને ગળે ટૂંપો આપી લાશને ખાડીમાં ફેંકી દીધી હતી.અને ત્યારબાદ લાશને સગેવગે કરી આરોપી પોતાના વતન ભાગી ગયો હતો.

પોલીસ આરોપીને પકડવા માટે તેના વતન જતી હોવાના કારણે પોલીસથી બચવા માટે આરોપી પદમ પાંડા મથુરા ભાગી ગયો હતો અને મથુરાના કુંજકુટી આશ્રમમાં સાધુ બની ગયો હતો. આરોપીને કોઈ ઓળખી ન જાય આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી લાંબી કરી હતી અને વાળ વધાર્યા હતા સાથે જ પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. આ ઉપરાંત તે પોતાની પાસે મોબાઇલ પણ રાખતો ન હતો અને પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક પણ કરતો ન હતો.

Surat PCB team disguised as monk
સુરત પોલીસની ટીમ સાધુના વેશમાં

મથુરાના 100 આશ્રમ ફરી વળ્યા પોલીસના 3 જવાન
આથી પોલીસે એક ટીમ બનાવીને મથુરામાં મોકલી. મથુરામાં તપાસ કરતા ત્યાં 100થી વધુ ધાર્મિક સ્થળો અને આશ્રમો આવેલા હતા. એવામાં આરોપી કયા આશ્રમમાં છે તે શોધવું મુશ્કેલ હતી. ત્યારે સુરત પોલીસના 3 જવાનોએ સાધુનો વેશ ધારણ કર્યો અને બે દિવસ અલગ-અલગ આશ્રમોમાં ફર્યા. જે બાદ તેમને આરોપીના વર્ણન જેવી વ્યક્તિ ઈસમ કુંજકુટી નામના આશ્રમમાં હોવાની માહિતી મળી. આથી પોલીસ ત્યાં સેવાર્થી બનીને પહોંચી અને આરોપીનો પરિચય કેળવીને તેને વિશ્વાસમાં લીધો. બાદમાં તેના પર્સનલ ડેટા અને પરિવારની માહિતી વિશે ખરાઈ કરી. જે બાદ હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી પદમ ઉર્ફે રાકેશને પકડી લેવામાં સફળતા મળી હતી.

આરોપી પર 45000 રૂપિયાનું ઈનામ હતું
વિગતો મુજબ, સુરત શહેરના 15 મોસ્ટ વોન્ટેડ આરોપીઓની માહિતી જે તે પોલીસ સ્ટેશનમાંથી મેળવીને તેમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ઉધના વિસ્તારમાં 2001માં હત્યાની ઘટના બની હતી. જેનો આરોપી પર સરકારે 45 હજાર  રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, હત્યાનો આરોપી ઉત્તર પ્રદેશના મથુરામાં નંદ ગામ ખાતે કોઈ આશ્રમમાં સાધુ બનીને રહે છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા,47 લોકેશન્‍સ પરથી 96 કેમેરા,20 ડ્રોન,1733 બોડીવોર્ન કેમેરા દ્વારા થશે લાઈવ મોનિટરિંગ;જાણો કેવી છે તૈયારી

KalTak24 News Team

ગુજરાતથી આટલા કિમી દૂર છે બિપોરજોય વાવાઝોડું, ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

KalTak24 News Team

કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

Sanskar Sojitra
Advertisement