Horoscope Today 11 October 2022, Daily Horoscope:11 ઑક્ટોબર 2022 ,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
મેષ રાશિ:
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.
વૃષભ રાશિ:
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.
મિથુન રાશિ:
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક રાશિ:
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ-શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.
સિંહ રાશિ:
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.
કન્યા રાશિ:
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.
તુલા રાશિ:
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અમસર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.
વૃશ્ચિક રાશિ:
મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.
ધન રાશિ:
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વતાવરણ રહે.
મકર રાશિ:
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે, પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.
કુંભ રાશિ:
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.
મીન રાશિ:
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.
આ પણ વાંચો :-
- BREAKING: ગોપાલ ઇટાલીયાના વાયરલ વીડિયોને લઇ ભાજપ-આપ વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો,જાણો શું છે સમગ્ર મામલો ?
- ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp