September 21, 2024
KalTak 24 News
Politics

ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી કરી જાહેર,બોટાદના ઉમેદવારને બદલ્યા

COngress 5 list
  • ગુજરાત કોંગ્રેસના વધુ 6 ઉમેદવાર જાહેર
  • બોટાદ બેઠક પરથી મનહર પટેલને મળી ટિકિટ
  • ગારિયાધારથી દિવ્યેશ ચાવડાને ટિકિટ

Gujarat Assembly Election 2022: પ્રથમ તબક્કાના મતદાન માટે કોંગ્રેસ(Congress) દ્વારા વધુ છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બોટાદ(Botad)ના ઉમેદવારને બદલવામાં આવ્યા છે. અગાઉ બોટાદ બેઠક પર રમેશ મેરને કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી હતી. જો કે, નારાજગીને પગલે આજે કોંગ્રેસ દ્વારા બોટાદ બેઠક પરથી રમેશ મેરના સ્થાને હવે મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી છ ઉમેદવારોની યાદીમાં 

  • બોટાદ બેઠક પરથી મનહર પટેલને મળી ટિકિટ
  • ગારિયાધારથી દિવ્યેશ ચાવડાને ટિકિટ
  • જામનગર ગ્રામ્યથી જીવણ કુંભારવાડિયાને ટિકિટ
  • બોટાદથી કોંગ્રેસે મનહર પટેલને મેદાને ઉતાર્યા
  • ધ્રાંગધ્રાથી છત્રસિંહ ગુંજારિયાને ટિકિટ
  • રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયાને ટિકિટ
  • મોરબીથી જયંતી જેરાજ પટેલને ટિકિટ

FhcvTrDaMAAG6U7

 

મનહર પટેલ દ્વારા બોટાદ બેઠકના ઉમેદવાર રમેશ મેર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક કાર્યકર્તાઓએ પણ રમેશ મેરના નામનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા બોટાદ બેઠક પરથી રમેશ મેરના સ્થાને મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક અને ભાજપનો ગઢ ગણાતી એવી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા મનસુખ કાલરિયાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા આ બેઠક પર દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. જો કે, આ બેઠક પર કોંગ્રેસ દ્વારા પાટીદાર કાર્ડ રમ્યું છે. કેમ કે, મનસુખ કાલરિયા કડવા પાટીદાર સમાજથી આવે છે.

આ અગાઉ કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કાના મતદાન માટે 9 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપી હોવાનું જણાવાયું હતું. પણ જાહેરાતના 24 કલાક પણ પૂર્ણ થયા ન હતા, ત્યાં જ કોંગ્રેસ દ્વારા બોટાદ બેઠકના ઉમેદવારને બદલવાની ફરજ પડી હતી. બોટાદના મનહર પટેલે ઉમેદવાર રમેશ મેર સામે નારાજગી દર્શાવી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા રમેશ મેરના સ્થાને મનહર પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

BREAKING/ ભાજપની 38 દિગ્ગજોની ટીમ જાહેર,ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની જાહેરાત કરી-જુઓ ટીમમાં કોને કયું સ્થાન?

KalTak24 News Team

વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા લોન્ચ કરશે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, બાપુ કરશે જાહેરાત

KalTak24 News Team

આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ,જાણો કયાથી નોંધવામાં આવી ફરિયાદ ?

KalTak24 News Team