- ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
- અંતે કાંધલ જાડેજાએ NCPમાંથી આપ્યું રાજીનામું
- ટિકિટ ન આપતા નારાજ કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું
Gujarat Election 2022: ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવ્યા છે. એનસીપીના હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાએ(Kandhal Jadeja) એનસીપીમાંથી (NCP) રાજીનામું આપી દીધું છે.
કાંધલ જાડેજા 2012માં એનસીપીમાં જોડાયા હતા. એનસીપીએ આ વખતે કાંધલ જાડેજાને કુતિયાણા સીટ પર ટિકિટ ન આપતા નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી એનસીબીના ધારાસભ્ય છે.
કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપે તેવી શક્યતા: સૂત્ર
વધુમાં તમને જણાવી દઇએ કે, ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો પણ બનવાનું શરૂ થઇ ગયું છે. કારણ કે VTV પાસે સૂત્રોના માધ્યમથી એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. કાંધલ જાડેજા BTPના મેન્ડેટ પર ચૂંટણી લડશે. કારણ કે NCPએ કુતિયાણાથી મેન્ડેટ ન આપવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે.

ભાજપે અગાઉ 166 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. કુતિયાણા વિધાનસભા બેઠક પર ‘ગોડમધર’ના પુત્રનું રાજ છે. કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતું આ વખતે એનસીપીએ ટિકીટ ન આપતા કાંધલ જાડેજાએ રાજીનામું ધરી દીધુ છે.
2017માં કાંધલ જાડેજાએ 11 જેટલા ઉમેદવારોને આપ્યો હતો કારમો પરાજય
2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp