સુરત: અટલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા આયોજિત ભારતના અલગ અલગ રાજ્યના સમાજ સેવકો તથા રાષ્ટ્ર સેવકોને રાષ્ટ્રીય અટલ એવોર્ડ – ૨૪ દ્વારા શાલ, પ્રમાણપત્ર, અટલ શિલ્ડ, કાસ્યપદક અને અટલ સ્મૃતિ ચિહ્ન આપીને ૨૦ જુને પ્રધાનમંત્રી સંગ્રહાલય, ન્યૂ દિલ્હી દ્વારા સન્માનિત કરાયા હતા. જેમાં ગુજરાતના અમરેલી જિલ્લાના વતની અને સુરતમાં સ્થાયી અને ૨૦૧૭ થી લેખન અને વક્તાના ક્ષેત્રે નામાંકિત ડૉ. અંકિતાબેન મુલાણીને અટલ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અર્પણા સિંગ અને મુખ્ય સંરક્ષક શ્રી શ્યામ જાજુજી ના વરદ હસ્તે આ રાષ્ટ્રીય બહુમાન એનાયત થયું હતું.
ડૉ. અંકિતાબેન મુલાણીએ ગત એક વર્ષમાં તેમની ટીમ સાથે “હું છું વીરાંગના” અભિયાન હેઠળ નિઃસ્વાર્થભાવે દેશ વિદેશની એક લાખથી સ્ત્રીઓને “આત્મહત્યા કોઈપણ કાળે નહીં કરું” આ વિષય અંતર્ગત જાહેરમાં શપથ લેવડાવ્યા હતા અને હજારો સ્ત્રીઓના કાઉન્સેલિંગ કર્યા છે. નિઃસ્વાર્થભાવે થયેલા તેમના આ કાર્યને રાષ્ટ્રીય બહુમાન મળ્યું એ સમગ્ર ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ છે. ખુબ નાની ઉંમરે કાઠું કાઢેલી આ ગુજરાતણે લાખો લોકોને સદવિચારોનું ભાથું આપ્યું છે. તેમના સોશિયલ મિડીયામાં આજે લાખો લોકો દેશ વિદેશથી જોડાઈને તેમની વાતોને દિલથી સાંભળે છે. અને જીવનમાં ઉતારે છે.
ઉલ્લેખનીય છે કે નવ મહિના અગાઉ જ તેઓને ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ બહુમાન એટલેકે “ગુજરાત સાંસ્કૃતિક યૌધા પુરસ્કાર-૨૩” ગુજરાત રાજ્યના લોક લાડીલા સીએમ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત પ્રથમ મહિલા તરીકે એનાયત થયો હતો. ડૉ. મુલાણીને રાષ્ટ્રીય કક્ષાના આ બહુમાન બદલ વંદન સાથે અભિનંદન.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube