September 8, 2024
KalTak 24 News
Business

ITR filing: આવક વેરા રિટર્ન ફાઇલ ભરતા પહેલા આ વાતની રાખો વિશેષ કાળજી, આ 6 ભૂલો કરવાથી બચવું જરૂરી છે

ITR filing

Income Tax Return: નાણાકીય વર્ષ 2023-24 (એસેસમેન્ટ યર 2024-25) માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની શરૂઆત થઈ રહી છે. જો તમે પણ તમારું રિટર્ન (Return) ભરવાની તૈયારી કરી રહ્યા છો તો કેટલીક બાબતની કાળજી રાખવી જરૂરી છે. ઘણા કરદાતા કેટલીક કોમ ભૂલો કરે છે અને બાદમાં તેમને વિભાગ તરફથી નોટિસ મળી જાય છે. જો તમે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા ઈચ્છતા ન હોય તો આ 6 પ્રકારની ભૂલો કરવાથી બચવું જોઈએ.

કપાતનો દાવો કરવો કે જેના માટે તમે પાત્ર નથી

આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સમાં છૂટ મેળવવા માટે કોઈ કાગળ જોડવાની જરૂર નથી, માટે કેટલાક લોકો ટેક્સ રિફંડ (Refund) મેળવવા માટે ખોટી માહિતી આપે છે. ઘણી વખત કરદાતાઓ (Taxpayers) ચેરિટેબલ સંસ્થાઓને આપેલા દાન પર અપંગ કરદાતાઓ માટે કલમ 80G અથવા કલમ 80U હેઠળ કપટથી કપાતનો દાવો કરે છે. આવી ભૂલ કરશો નહીં. તમે જેના માટે પાત્ર નથી તેવા કપાતનો ક્યારેય દાવો કરશો નહીં.

itr-filing-avoid-these-6-mistakes-while-filing-income-tax-return-otherwise-you-will-get-n-notice-352975

ખોટા ITR ફોર્મની પસંદગી

જો તમે રિટર્ન ફાઇલ કરવા માટે ખોટું ફોર્મ પસંદ કરો છો, ઉદાહરણ તરીકે તમે ITR-1 પસંદ કર્યું છે પરંતુ તમારે ITR-2 પસંદ કરવાનું હતું તો તમને વિભાગ તરફથી નોટિસ મળશે. ખોટા ફોર્મને પસંદ કરવાથી તમારું રિટર્ન ‘રિજેક્ટ’ થઈ શકે છે.

અગાઉના એમ્પ્લોયરની આવક જાહેર ન કરવી

જો તમે નાણાકીય વર્ષ દરમિયાન નોકરી બદલી છે, તો તમારે વધુ સાવચેત રહેવું જોઈએ. આવા પગારદાર કરદાતાઓ પાસે તેમના અગાઉના અને વર્તમાન એમ્પ્લોયર દ્વારા જારી કરાયેલા ફોર્મ-16 બંને હશે. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તમારા આવકવેરા રિટર્નમાં બંને કંપનીઓની આવકની જાણ કરી રહ્યાં છો. જો તમે માત્ર એક કંપનીની આવકની વિગતો આપીને આવક છુપાવો છો, તો તમને ટેક્સ નોટિસ મળી શકે છે.

રિટર્ન ફાઇલ કરતી વખતે માત્ર ફોર્મ-16 પર આધાર રાખવો

પગારદાર કર્મચારીઓ માટે રિટર્ન ફાઇલ કરતી વખતે ફોર્મ-16 મુખ્ય દસ્તાવેજ છે. જો કે ઘણી આવક અને વ્યવહારો ફોર્મ-16 માં પ્રતિબિંબિત થતા નથી. તેથી, રિટર્નમાં તમારી બધી આવકની વિગતો ભરો. તેમાં બેંક ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનો સમાવેશ થાય છે.

ITR

ખોટું બેંક એકાઉન્ટ દાખલ કરવું

ઘણી વખત લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ખોટી બેંક ખાતાની વિગતો આપે છે. જેના કારણે રિફંડ મેળવવામાં મુશ્કેલી સર્જાય છે. હંમેશા સાચો એકાઉન્ટ નંબર દાખલ કરો.

રિટર્ન વેરિફિકેશનને અવગણવું

ITR ફાઇલ કરવાની પ્રક્રિયા ઓનલાઇન અપલોડ અને સબમિટ કરવા સાથે સમાપ્ત થતી નથી. આવકવેરા વિભાગ તમારા રિટર્નની પ્રક્રિયા કરવા માટે, તમારે ફાઇલ કર્યાના 30 દિવસની અંદર તેની ચકાસણી કરવી જરૂરી છે. તમે તમારા આધાર, પ્રી-વેલીડેટેડ બેંક એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ વગેરેનો ઉપયોગ કરીને આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા સરળતાથી તેને ઓનલાઈન કરી શકો છો.

 

Group 69

 

 

Related posts

Zomatoએ શરુ કર્યું નવું ફિચર, હવે ઓર્ડરને શેડ્યૂલ પણ કરી શકાશે;2 દિવસ પહેલા ઓર્ડર કરી શકો છો,અમદાવાદ સહિત આ શહેરમાં સેવા શરુ

KalTak24 News Team

અમદાવાદ/ ગુજરાતી મીડિયા જગતમાં ટીવી ચેનલ “ન્યુઝ કેપિટલ” ની શરૂઆત,વાંચો સમગ્ર વિગતો..

Sanskar Sojitra

ચંદી પડવામાં સુરતની ઘારી લગાવશે ચાર ચાંદ, 24 કેરેટ સોનાના વરખની બની ‘ગોલ્ડન ઘારી’

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી