December 19, 2024
KalTak 24 News
InternationalTechnology

OpenAI સામે અવાજ ઉઠાવનારા ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

suchir-balaji-openai-whistleblower-found-dead-at-us-apartment-elon-musk-reacts-international-news

OpenAI Whistleblower Suchir Balaji death: 26 વર્ષીય સુચિર બાલાજી સાન ફ્રાન્સિસ્કોમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. સુચિર ChatGPT મેકર OpenAI ની કાર્ય કરવાની રીત પર પ્રશ્નો ઉઠાવવા માટે ચર્ચામાં આવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસનું કહેવું છે કે શરૂઆતની તપાસમાં તેમને અયોગ્ય કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસને શંકા છે કે આ આત્મહત્યા હોઈ શકે છે.

સાન ફ્રાન્સિસ્કો પોલીસ વિભાગના પ્રવક્તા રોબર્ટ રુએકાએ ફોર્બ્સને જણાવ્યું હતું કે “પ્રારંભિક તપાસમાં સુચિરના મૃત્યુમાં ષડ્યંત્રના કોઈ પુરાવા મળ્યા નથી.

ધ મર્ક્યુરી ન્યૂઝ અનુસાર, બાલાજી 26 નવેમ્બરના રોજ તેના બુકાનન સ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યો હતો. સુચિરની LinkedIn પ્રોફાઇલ મુજબ, તેણે નવેમ્બર 2020થી ઓગસ્ટ 2024 સુધી OpenAI માટે કામ કર્યું.

મસ્કે સુચિરના આપઘાત પર મામલાને શંકાસ્પદ ગણાવ્યો

OpenAIની સ્થાપના 2015માં ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેને સંયુક્ત રીતે કરી હતી. ત્રણ વર્ષ પછી મસ્કે OpenAI છોડી દીધું અને એક હરીફ સ્ટાર્ટ-અપ, xAIની સ્થાપના કરી. ગયા મહિને મસ્કે આરોપ લગાવ્યો હતો કે OpenAI તેની પોતાની મોનોપોલી ચલાવે છે.

અબજોપતિ ઈલોન મસ્કનો OpenAI CEO સેમ ઓલ્ટમેન સાથે લાંબા સમયથી ઝઘડો છે. મસ્કે X પર સુચિરના કેસ પર “હમ્મ” લખીને મામલાને શંકાસ્પદ ગણાવ્યો છે.

સુચિર બાલાજીએ OpenAI માટે કામ કર્યું, પછી ગંભીર આરોપો લગાવ્યા

OpenAI માટે ચાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અને ChatGPTના વિકાસમાં મોટી ભૂમિકા ભજવનાર બાલાજી જ્યારે OpenAI પર અનેક આરોપો લગાવ્યા ત્યારે વિશ્વની નજરમાં આવ્યો હતો. ઑક્ટોબરમાં સુચિર બાલાજીએ આરોપ મૂક્યો હતો કે OpenAI કૉપીરાઇટ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તેણે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ChatGPT જેવી ટેક્નૉલોજી ઈન્ટરનેટને નુકસાન પહોંચાડી રહી છે. ઓક્ટોબરમાં X પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બાલાજીએ AI અને જનરેટિવના યોગ્ય ઉપયોગ વિશે પણ લખ્યું હતું.

સુચિરે જણાવ્યું હતું કે ChatGPT બનાવવા માટે પત્રકારો, લેખકો, પ્રોગ્રામરો વગેરેની કોપીરાઈટ કરેલી સામગ્રીનો ઉપયોગ પરવાનગી વિના કર્યો છે, જેની સીધી અસર ઘણા વ્યવસાયો અને વેપારો પર પડશે. તેમનું નોલેજ અને જુબાની OpenAI સામે ચાલી રહેલા કાયદાકીય કેસોમાં મોટી અસર કરી શકે છે.

તેની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ પર સુચિરે લખ્યું હતું કે, ‘શરૂઆતમાં હું કોપીરાઈટ અને વાજબી ઉપયોગ વિશે વધુ જાણતો ન હતો, પરંતુ GenAI કંપનીઓ સામેના મુકદ્દમા પછી મને તેમાં રસ પડ્યો.’ ‘જ્યારે મને આ બાબત સમજાઈ, ત્યારે મેં જોયું કે ઘણી જનરેટિવ AI કંપનીઓ માટે યોગ્ય ઉપયોગ અશક્ય છે.’

ઇલોન મસ્ક અને ઓલ્ટમેને મળીને OpenAI કંપની બનાવી હતી.

સુચિર બાલાજી વિશે જાણો

OpenAIમાં કામ કરવા અગાઉ, બાલાજીએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. કૉલેજમાં હતા ત્યારે તેમણે OpenAI અને ScaleAIમાં ઈન્ટર્નશિપ કર્યું હતું. OpenAIમાં તેમના શરૂઆતના દિવસોમાં, બાલાજી WebGPT પર કામ કરતા હતા. ત્યારબાદ તેમણે GPT-4 માટે પ્રીટ્રેનિંગ ટીમ, O-1 સાથે રિઝનિંગ ટીમ અને ChatGPT માટે પોસ્ટ-ટ્રેનિંગ પર કામ કર્યું. આ માહિતી તેમના LinkedInમાં આપવામાં આવી છે.સુચિર બાલાજીએ તેમનું બાળપણ કૂપર્ટિનો, કેલિફોર્નિયામાં વિતાવ્યું હતું અને બાદમાં યુસી બર્કલે ખાતે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. કૉલેજ દરમિયાન તેમને AIમાં રસ પડ્યો અને તેમણે AI સંબંધિત સંશોધનો જેમ કે રોગોના ઉપચાર અને વૃદ્ધત્વ અટકાવવાનું, જેવી AI રિલેટેડ રિસર્ચ કરવાનું શરૂ કર્યું.OpenAIમાં પોતાના સમય દરમિયાન, બાલાજીએ ChatGPTને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્ટરનેટ ડેટાને એકત્ર કરવામાં અને ગોઠવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના કામે લોકપ્રિય AI મૉડલ્સને આકાર આપવામાં નોંધપાત્ર મદદ કરી.

OpenAIની પોલ ખોલનારા સુચિર બાલાજીનું મોત, સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મળ્યો મૃતદેહ 1 - image

મિત્રોએ પોલીસને જાણ કરી

સુચિર બાલાજીના મૃત્યુની ઘટના 26 નવેમ્બરે બની હતી, જે 14 ડિસેમ્બરના રોજ સામે આવી હતી. અહેવાલો અનુસાર, સુચિર તેના મિત્રો અને સહકર્મીઓના ફોન કોલ્સનો જવાબ આપી રહ્યો ન હતો. જ્યારે તેના મિત્રો ફ્લેટ પર પહોંચ્યા તો તે અંદરથી બંધ હતો. આ પછી તેણે પોલીસને આ બાબતે જાણ કરી હતી. જ્યારે પોલીસ ફ્લેટનો દરવાજો તોડી અંદર પહોંચી તો સુચિરની લાશ મળી આવી હતી.

કંપનીમાં ચાર વર્ષ કામ કર્યું

વર્ષ 2020માં સુચિરે બાલાજી ઓપનએઆઈમાં જોડાયા અને લગભગ 4 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું. તે GPT-4 અને WebGPT જેવા પ્રોજેક્ટનો ભાગ હતો, જેણે કંપનીની શોધ ક્ષમતાઓને સુધારી. તેમણે એઆઈના ક્ષેત્રમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પાસાઓ પર કામ કર્યું, પરંતુ તેમની સૌથી મોટી ટીકા એ હતી કે ઓપનએઆઈ તેની પોતાની તકનીકો વિકસાવવા માટે અન્યની સામગ્રીનો દુરુપયોગ કરી રહી છે.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

Vande Bharat Sleeper train: વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો,ટ્રેનમાં જલદી જોવા મળશે સ્લીપર કોચ;જાણો ક્યારથી કરી શકાશે તેમાં સફર

KalTak24 News Team

ફૂડટ્રકથી સ્ટાર્ટઅપ સુધીની સફર કરનાર ગુજરાતી મૂળનાં ભાવિની પટેલ હવે અમેરિકન સાંસદની લડશે ચૂંટણી..

KalTak24 News Team

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી,કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024 એવોર્ડથી કરાયું સન્માનિત

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં