April 9, 2025
KalTak 24 News
Sports

આવતીકાલથી શરૂ થશે T20 વર્લ્ડ કપનો ‘મહાકુંભ’,16 ટીમના કેપ્ટન એક ફ્રેમમાં થયા કેદ, જુઓ તસવીર

આવતીકાલથી ઓસ્ટ્રેલિયામાં શરુ થનાર T20 વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની પહેલા તેમાં ભાગ લેનારી 16 ટીમના કેપ્ટનનો એક સંયુક્ત ફોટો સામે આવ્યો હતો. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પહેલા, ભાગ લેનારી 16 ટીમોના તમામ કેપ્ટન્સને ‘કેપ્ટન્સ ડે’ માં ભાગ લેવા માટે એક ફ્રેમમાં કેદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ મીડિયા સાથે તેમની સંબંધિત ટીમોની તૈયારી વિશે વાત કરી હતી. આઇસીસીના ઓફિસિઅલ હેન્ડલે તમામ કેપ્ટનોની તસવીર એક ફ્રેમમાં શેયર કરી છે.ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 16 કેપ્ટનની એક ફ્રેમની તસવીર શેર કરી હતી. તસવીર શેર કરતાં આઈસીસીએ લખ્યું કે તમામ 16 કેપ્ટન એક ફ્રેમમાં.

22 ઓક્ટોબરથી સુપર 12 રાઉન્ડની શરૂઆત
સુપર 12 રાઉન્ડની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે, જેમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે પહેલેથી જ પુષ્ટિ કરી હતી કે, મેલબોર્નમાં 13 નવેમ્બરે યોજાનારા આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ-2022માં ચેમ્પિયન બનનારી ટીમ 16 લાખ ડોલરનો ચેક પોતાના ઘરે લઈ જશે.

ઓસ્ટ્રેલિયાના સાત સ્થળો પર 45 મેચ રમાશે 
16મી ઓક્ટોબરથી શરુ થનાર ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સાત સ્થળો પર રમાનારી 45 મેચોની ટુર્નામેન્ટના અંતે કુલ 5.6 લાખ ડોલરનું ઈનામ હતુ, જેમાંથી રનર્સઅપ ખેલાડીને 8,00,000 ડોલર અને સેમિ ફાઈનલીસ્ટને 4,00,000 ડોલર મળશે.સુપર 12 રાઉન્ડથી અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા પોતાના અભિયાનની શરૂઆત કરશે.

ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે

ઓસ્ટ્રેલિયન પીચોનો અનુભવ

જણાવી દઈએ કે શમી ઘણી વખત ઓસ્ટ્રેલિયા જઈ ચુક્યો છે. તે ઓસ્ટ્રેલિયામાં જીતેલી બે ટેસ્ટ શ્રેણીની જીત તેમજ 2015 ODI વર્લ્ડ કપમાં સામેલ છે, જ્યાં તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પણ સામેલ હતો. જોકે મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયામાં માત્ર એક ટી-20 મેચ રમ્યો છે.

શું કહે છે રેકોર્ડ?

શમીએ ભારત માટે અત્યાર સુધીમાં 60 ટેસ્ટ, 82 વનડે અને 17 ટી20 મેચ રમી છે. તેની પાસે 216 ટેસ્ટ વિકેટ, 152 ODI વિકેટ અને 18 T20 વિકેટ છે. તે જ સમયે, શમીની ટેસ્ટમાં સરેરાશ 27 છે, જ્યારે વનડેમાં તે 25ની સરેરાશથી વિકેટ લે છે. આંકડા દર્શાવે છે કે તે T20 ક્રિકેટમાં ભારત માટે આટલો સફળ રહ્યો નથી. જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2021માં મોહમ્મદ શમીએ ભારત માટે છેલ્લે ટી20 મેચ રમી હતી. તે ટૂર્નામેન્ટ બાદ તેને ટી20 ટીમમાં તક મળી ન હતી.

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (ડબ્લ્યુકે), દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), હાર્દિક પંડ્યા, આર.કે. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

લગ્નના બંધનમાં બંધાયો CSKનો આ પ્લેયર, જુઓ લગ્નના ફોટોઝ

KalTak24 News Team

1 ફેબ્રુ.એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે INDvsNZ T-20 મેચ,રૂપિયા 500થી લઈને 10 હજાર સુધીનો છે ભાવ,બુકિંગ શરૂ

KalTak24 News Team

T20 ક્રિકેટમાં બાંગ્લાદેશ સામેની T20 મેચમાં ભારતે બનાવ્યા અનેક રેકોર્ડ, ઐતિહાસિક રેકોર્ડ સાથે બન્યું નંબર-1;જુઓ તમામ રેકોર્ડનું લિસ્ટ

KalTak24 News Team