May 18, 2024
KalTak 24 News
International

પરમાણુ શસ્ત્રો ધરાવતું પાકિસ્તાન વિશ્વ માટે ભયજનકઃ બાઇડેન

USA President
  • સમગ્ર વિશ્વમાં રાજકીય જોડાણોનું નવેસરથી આકલન થઈ રહ્યુ છે
  • વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં બધાની નજર અમેરિકા પર
  • ચીન અમેરિકા માટે ભવિષ્યમાં મોટો પડકાર

એકબાજુ અમેરિકા જ્યાં પાકિસ્તાનની સાથે ફાઈટર વિમાનોના કરાર કરે છે, તો બીજી તરફ હવે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને આ નિવેદન આપ્યું છે.યાદ રહે કે પાકિસ્તાન વિદેશમાંથી મળતા સૈન્ય હથિયારોનો ઉપયોગ ભારત સામે કરે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને મોટુ નિવેદન આપ્યું.

તેમણે કહ્યું, મને લાગે છે કે કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન છે, કારણકે આ દેશની પાસે કોઈ કરાર વગર પરમાણુ હથિયાર છે. વ્હાઈટ હાઉસે જો બાઈડેનનુ નિવેદન જાહેર કર્યુ છે. બાઈડને આ વાત ડેમોક્રેટીક કોંગ્રેસના અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે રશિયા-યુક્રેન સંઘર્ષને લઇને પણ ટીપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષથી દુનિયા ખૂબ પ્રભાવિત થઇ છે. આ ઉપરાંત તેમણે અન્ય દેશોની સાથે વોશિંગ્ટનના સંબંધો અંગે પણ વાતચીત કરી.

અને તેઓએ ઈટલી અને હંગેરી જેવા દેશને નિશાન બનાવ્યા હતા. શ્રી બાઈડન અનેક દેશોમાં લોકતંત્રની જે સ્થિતિ નબળી પડી રહી છે તે અંગે બોલી રહ્યા હતા જેમાં તેઓએ પાકિસ્તાનને વિશ્વના સૌથી ખતરનાક દેશ તરીકે ગણાવતા ઉમેર્યુ કે આ દેશ દ્વારા કોઈ નિયંત્રણ વગર જ અણુ હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાનના નાણામંત્રી અમેરિકામાં હતા અને તેઓ પાકિસ્તાન માટે મોટી મદદની આશા સાથે આવ્યા હતા જયારે પાકિસ્તાન સૈન્યના વડા જનરલ બાજવા પણ અમેરિકામાં બાઈડન શાસનના મહત્વના મંત્રીઓ અને અધિકારીઓને મળી રહ્યા છે તે સમયે બાઈડનનું આ નિવેદન મહત્વનું છે.

તેમણે કહ્યું હતું કે શું આપણે ક્યારેય વિચાર્યુ હતું કે ક્યુબન મિસાઇલ કટોકટી પછી એવો કોઈ રશિયન નેતા આવશે જે વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી આપશે. આટલા મોટાપાયા પરની જાનહાનિને યોગ્ય ઠેરવશે. આપણે એવી પરિસ્થિતિમાં હોઈશું જ્યાં ચીન રશિયા, ભારત અને પાકિસ્તાનના સંબંધમાં તેની ભૂમિકાને શોધવાનો પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે કહ્યું હતું કે રશિયા દ્વારા જે કરવામાં આવી રહ્યુ છે તેને કેવી રીતે હેન્ડલ કરીશું.

 

 


આ અઠવાડિયામાં તે સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાન એક સમયે જે અમેરિકાનું સાથી હતું તેનો હવે યુએસ નેશનલ સ્ટ્રેટેજીમાં ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી. તેમા ચીનને અમેરિકાના સૌથી વધુ પરિણામલક્ષી  ભૌગોલિક રાજકીય પડકાર તરીકે વર્ણવવામાં આવ્યું હતું. 48 પાનાના દસ્તાવેજમાં દક્ષિણ અને મધ્ય એશિયાઈ ક્ષેત્રમાં આતંકવાદ અને અન્ય ભૌગોલિક વ્યૂહાત્મક ભયનો ઉલ્લેખ છે. આ ઉપરાંત 2021ના સ્ટ્રેટેજી પેપરમાં પણ પાકિસ્તાન અદ્રશ્ય હતું. જો કે બાઇડેનની આગેવાની હેઠળનું તંત્ર પાકિસ્તાન સાથે અલગથી સંબંધ બનાવવા ઇચ્છતુ હોય તેમ લાગે છે.

ચીન સાથેના સંબંધો અંગે બાઈડને કહ્યું મને ઓબામા શાસન દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે કામ કરવાની સૂચના અપાઈ હતી અને મે તેમની સાથે અન્ય કોઈ કરતા પણ વધુ સમય પસાર કર્યો છે. હું ચીનમાં 78 કલાકના રોકાણમાં 68 કલાક જિનપિંગ સાથે હતો. તેઓએ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અંગે કહ્યું કે જો રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન અણુશસ્ત્રોનો ઉપયોગ કરવાની ચેષ્ટા કરશે તો તેમને પરિણામો ભોગવવા પડશે. બાઈડને આરોપ મુકયો કે પુટીનનો ઈરાદો નાટો સંગઠનમાં ભાગલા પાડવાનો છે.

પાકિસ્તાનના ઉર્જા મંત્રીએ બાઈડનના નિવેદનને નિરાધાર ગણાવ્યું

ધ ડૉન મુજબ પાકિસ્તાનના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે બાઈડનના નિવેદનને નિરાધાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ઘણી વખત પાકિસ્તાનના પરમાણુ નિવારકને સત્યાપિત કર્યુ છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

PM મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા,પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાને PM મોદીના ચરણ સ્પર્શ કર્યા

KalTak24 News Team

ડલ્લાસ એર શો દરમિયાન બે યુદ્ધ વિમાનો એકબીજા સાથે અથડાયા, 6ના મોત

KalTak24 News Team

આજથી “પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ”નો થશે પ્રારંભ,સતત એક મહિના સુધી સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે- મહંત સ્વામી મહારાજ અને PM મોદી કરશે ઉદ્ઘાટન

Sanskar Sojitra