Syed Mushtaq Ali Trophy 2024: આજે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં રમાઈ રહેલી બરોડા અને સિક્કિમ વચ્ચેની મેચમાં બરોડાની ટીમે ઈતિહાસ રચી દીધો છે. બરોડાની ટીમે ટી20 ક્રિકેટના ઈતિહાસનો હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે. બરોડાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 349 રન બનાવી દીધા છે.
ભાનુ પાનિયાની ઇનિંગ્સમાં 15 છગ્ગાનો સમાવેશ થાય છે.
ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી બરોડા અને સિક્કિમ વચ્ચેની મેચમાં બરોડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં બરોડાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 349 રન બનાવી દીધા છે. બરોડા ટીમ માટે 134 રન બનાવનાર પુનિયાએ પોતાની ઇનિંગમાં 15 સિક્સ અને પાંચ ફોરનો સમાવેશ કર્યો હતો.બરોડા માટે શાશ્વત રાવતે 16 બોલમાં 43 રન, અભિમન્યુ સિંહ રાજપૂતે 17 બોલમાં 53 રન, શિવાલિક શર્માએ 17 બોલમાં 55 રન, વિષ્ણુ સોલંકીએ 16 બોલમાં 50 રન અને ભાનુ પાનિયાએ 51 બોલમાં 134 રન બનાવ્યા છે.
Record Alert 🚨
349 runs 😮, 37 sixes 🔥
Baroda have rewritten the history books in Indore! They smashed 349/5 against Sikkim, the highest total in T20 history, & set a new record for most sixes in an innings – 37 👏#SMAT | @IDFCFIRSTBank
Scorecard: https://t.co/otTAP0gZsD pic.twitter.com/ec1HL5kNOF
— BCCI Domestic (@BCCIdomestic) December 5, 2024
બરોડાએ તોડ્યો ઝિમ્બાબ્વેનો રેકોર્ડ
આ ફોર્મેટમાં અત્યાર સુધીનો સૌથી વધુ ટીમ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ઓક્ટોબરમાં ઝામ્બિયા સામે 344 રન બનાવ્યા હતા. સિક્કિમ સામે ગત સિઝનની રનર અપ ટીમ માટે બેટ્સમેન ભાનુ પાનિયાએ માત્ર 51 બોલમાં 134 રન બનાવ્યા હતા. આ સિવાય અભિમન્યુ સિંહ, વિષ્ણુ સોલંકી અને શિવાલિક શર્માએ પણ અર્ધસદી ફટકારી હતી. આ પહેલા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર પંજાબના નામે હતો જેણે ગત સિઝનમાં આંધ્ર સામે 275 રન બનાવ્યા હતા.જેના કારણે આ મેચ સિક્કિમના બોલરો માટે દુઃસ્વપ્ન બની ગઈ હતી. આ સાથે એક મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો નવો રેકોર્ડ પણ બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે ઝામ્બિયા સામે 27 સિક્સર ફટકારી હતી.
🚨 HISTORY IN SYED MUSHTAQ ALI HISTORY 🚨
Baroda posted 349 for 5 from 20 overs against Sikkim, the highest team total in T20 History. 🤯 pic.twitter.com/ERTz247vWQ
— Johns. (@CricCrazyJohns) December 5, 2024
T20 ક્રિકેટમાં સૌથી વધુ ટીમનો સ્કોર
- બરોડા 349/5 વિ સિક્કિમ – 2024
- ઝિમ્બાબ્વે 344/4 વિ ગેમ્બિયા – 2024
- નેપાળ 314/3 vs મંગોલિયા – 2023
- ભારત 297/6 વિ બાંગ્લાદેશ – 2024
કોણ છે ભાનુ પાનિયા?
રાજસ્થાનમાં જન્મેલા પાનિયા રાઈટ હેન્ડ મિડલ ઓર્ડર બેટ્સમેન છે જે બરોડા તરફથી રમે છે. 28 વર્ષીય ખેલાડીએ 2021માં લિસ્ટ-એમાં ડેબ્યૂ કર્યું હતું અને બરોડા માટે અત્યાર સુધીમાં 11 મેચ રમી હતી, જેમાં તેણે 210 રન બનાવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube