Organ Donation Surat: ડાયમંડ સીટી,કાપડ હબ તરીકે ઓળખાતું સુરત હવે ઓર્ગન ડોનેશન(Organ Donation) શહેર તરીકે ઓળખવા લાગ્યું છે.ત્યારે એક તરફ સુરતમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ કૃષ્ણજન્મના વધામણાં થઈ રહ્યા હતા.સુરતમાં ગત દિવસોમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ(Jeevandeep Organ Donation Foundation) દ્વારા ખુબ ટૂંકા ગાળામાં આ છઠ્ઠુઅંગદાન કરવામાં આવ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વાલજીભાઇ કરશનભાઇ સખરેલીયાનું કિડની, લીવર, ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.
સુરતના કાપોદ્રા સાગર રોડ પર આવેલી સમ્રાટ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા 57 વર્ષીય વાલજીભાઇ કરશનભાઇ સખરેલીયાને ગત તારીખ 6 સપ્ટેમ્બરે, સવારે 5 વાગ્યે ઘરે ચક્કર આવ્યા બાદ ગભરામણ થતા પરિવારજનોને જણાવ્યું કે તેઓની તબિયત ઠીક જણાતી નહોતી. જેથી તેઓને સારવાર અર્થે પી.પી.સવાણી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં જન્માષ્ટમીના દિવસે બપોરે 3.30 વાગ્યે ડૉક્ટર હિનાબેન ફળદુ, ડૉક્ટર ભૌમિક ઠાકોર, ડૉક્ટર દર્શન ત્રિવેદી, ડૉક્ટર મેહુલ પંચાલ, ડૉક્ટર અલ્પાબેન પટેલ અને ડૉક્ટર ડેનિશ પટેલની ટીમે વાલજીભાઇને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.
દર્દીના સગા દ્વારા આ બાબતે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને જાણ કરાતા પી.એમ.ગોંડલીયા , વિપુલ તળાવીયા, અને જીવનદીપની ટીમ તાત્કાલિક કિરણ હોસ્પિટલ પહોંચી વાલજીભાઇના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હતી.
હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. કિરણ હોસ્પિટલમાં લીવર-કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યરત છે. તેમજ કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દી હોવાથી સોટો દ્વારા એ જ હોસ્પિટલમાં જરૂરીયાતમંદ દર્દી હોય તો એને પ્રાથમિકતા આપવામાં આવી હતી. તેમજ રાત્રે 12.30 વાગ્યે દર્દીને ઓપરેશન થિએટરમાં શિફ્ટ કરીને ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની સર્જરી શરૂ કરવામાં આવી હતી.
કિરણ હોસ્પિટલમાં જ દાનમાં લેવાયેલી બે કિડની અને એક લિવર ત્રણ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા. જ્યારે ચક્ષુદાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઇ સવાણી, ટ્રસ્ટી વિજયભાઈ દેસાઈ, એડમીનીસ્ટ્રેટર ડૉક્ટર મેહુલ પંચાલ, ડૉક્ટર અલ્પાબેન પટેલ તથા જીવનદીપ ટીમના પી.એમ ગોંડલીયા, વિપુલ તળાવીયા અને સમગ્ર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમના પ્રયાસોથી જીવનદીપ સંસ્થા દ્વારા છઠ્ઠુ અંગદાન થયુ હતું.
મૂળ સોમનાથગીરના બોરવાવ(ગીર) ગામના વાલજીભાઇ સુરતમાં અગાઉ હીરાદલાલીનું કામ કરતા હતા. એમના પરિવારમાં રેખાબેન (પત્ની), બે પુત્ર કેતનભાઇ અને યોગેશભાઇ તથા બંને પુત્રોની પુત્રવધુ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube