પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) પર સતત બીજા દિવસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. મંગળવારે ન્યૂ જલપાઈગુડી પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ચાલતા રેલવેએ તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય રેલવે દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે કે રેલવે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
C3 અને C6 કોચના કાચ તૂટી ગયા
ઈસ્ટર્ન રેલવેના CPROએ જણાવ્યું કે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલદા મંડલના કુમારગંજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારાની ઘટના બની હતી. RPF અને રાજ્ય પોલીસ અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે RPFએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.
West Bengal | Stones pelted at Vande Bharat Express connecting Howrah to New Jalpaiguri, 4 days after its launch. The incident took place near Malda station. pic.twitter.com/Nm3XOmffpR
— ANI (@ANI) January 3, 2023
પથ્થરબાજીની ઘટનાઓને રોકવા માટે લેવાયો આ નિર્ણય
CPRO સબ્યસાચી ડેએ કહ્યું – ઘટનાની તપાસ રાજ્ય GRP અને રાજ્ય પોલીસ સાથે RPF દ્વારા કરવામાં આવી રહી છે. પથ્થરબાજીની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.
સોમવારે પણ થયો હતો પથ્થરમારો
મળતી માહિતી અનુસાર, મંગળવરે લગભગ 5.57 વાગ્યે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ (22302) માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ચેકિંગ દરમિયાન કોચ સી-3 અને સી-6ના કાચ પર પથ્થરમારાના નિશાન જોવા મળ્યા હતા. આ પહેલા પણ સોમવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ન્યૂ જલપાઈગુડીથી હાવડા આવતી વખતે માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે કોચ સી-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.ભાજપે ટીએમસીના કાર્યકરો પર આરોપો લગાવ્યા હતા. ભાજપના નેતાએ આ મામલાની તપાસ NIA દ્વારા કરાવવાની પણ માંગ કરી હતી.
30 ડિસેમ્બરે વડાપ્રધાને આપી હતી લીલી ઝંડી
નોંધપાત્ર વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે માતા હીરાબેનને મુખાગ્નિ આપ્યા બાદ પશ્ચિમ બંગાળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપી હતી. વંદે ભારતે 1લી જાન્યુઆરીથી તેની યાત્રા શરૂ કરી છે. તેના એક દિવસ બાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની પ્રથમ ઘટના સામે આવી છે. ત્યારબાદની આ બીજી ઘટના છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.