T20 World Cup 2024, IND vs ENG Semi Final Match LIVE : ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં આજે ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યાં હતાં. જેમાં ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીફ ટીમને સારી શરૂઆત કરવા દીધી ન હતી. ભારતની શાનદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાની 68 રને જીતીને સેમિ ફાઈનલ પોતાના નામે કરી હતી. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને હવે શનિવારે 29 જૂને બાર્બાડોસમાં દ.આફ્રિકા સામે ટકરાશે.
ભારતની ધમાકેદાર બોલિંગ
ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં રોહિત-સૂર્યાએ દમદાર બેટિંગનું પ્રદર્શન દર્શાવ્યુ હતું ત્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ અક્ષર અને કુલદીપે રીતસર ઈંગ્લેન્ડના બેટરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. ભારત તરફથી કુલદીપ-અક્ષરે 3-3 વિકેટ લીધી હતી અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.
𝗧𝗵𝗲 𝗦𝗽𝗶𝗻 𝗗𝘂𝗼 ✨✨
Axar Patel & Kuldeep Yadav do the trick for #TeamIndia 😎 🪄
How impressed are you with their performance 🤔#T20WorldCup | #INDvENG pic.twitter.com/1m8XF8teI3
— BCCI (@BCCI) June 27, 2024
અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્વના 10 રન જોડ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બેટિંગમાં પણ ટીમ ઈન્ડિયાએ દેખાડ્યો દમ
આજની મેચમાં રોહિત શર્મા (57) અને સૂર્યકુમાર યાદવ(47)ની દમદાર બેટિંગ જોવા મળી હતી. જો કે વિરાટ કોહલી (9), ઋષભ પંત (4) અને શિવમ દુબે (0) સસ્તામાં આઉટ થયા હતા. પરંતુ મિડલ ઓર્ડરમાં આવેલા હાર્દિક પંડ્યાએ તાબડતોબ 13 બોલમાં 23 રન, રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં અણનમ 17 રન અને અક્ષર પટેલે 6 બોલમાં 10 રન નોંધાવ્યા હતા. આજની ખરાખરીની મેચમાં જીતેલી ટીમ ફાઈનલમાં પહોંચશે. આ પહેલા ઈંગ્લેન્ડના સુકાની જોશ બટલરે ટોસ જીત્યો છે અને તેણે ભારતના સુકાની રોહિત શર્માને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું
𝙄𝙣𝙩𝙤 𝙏𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡𝙨! 🙌 🙌#TeamIndia absolutely dominant in the Semi-Final to beat England! 👏 👏
It’s India vs South Africa in the summit clash!
All The Best Team India! 👍 👍#T20WorldCup | #INDvENG pic.twitter.com/yNhB1TgTHq
— BCCI (@BCCI) June 27, 2024
172 રનના લક્ષ્યાંકને પાર કરવા ઉતરેલી ઈંગ્લેન્ડનો ધબડકો : 103 / 10
વિકેટ 10 : 16.4 ઓવરમાં 103 રનના સ્કોર પર જોફ્રા આર્ચર (21)ને બુમરાહે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો
વિકેટ 9 : 15.2 ઓવરમાં 88 રનના સ્કોર પર આદિલ રાશિદ (2)ને સુર્યાકુમાર યાદવે રન આઉટ કર્યો હતો.
વિકેટ 8 : 14.5 ઓવરમાં 86 રનના સ્કોર પર લિવિંગસ્ટોન (11)ને કુલદીપ યાદવે રન આઉટ કર્યો હતો.
વિકેટ 7 : 12.1 ઓવરમાં 72 રનના સ્કોર પર ક્રિસ જોર્ડન (1)ને કુલદીપ યાદવે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો
વિકેટ 6 : 10.4 ઓવરમાં 68 રનના સ્કોર પર હેલી બ્રુક (25)ને કુલદીપ યાદવે બોલ્ડ આઉટ કર્યો હતો
વિકેટ 5 : 8.1 ઓવરમાં 49 રનના સ્કોર પર સેમ કરન (2)ને કુલદીપ યાદવે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો
વિકેટ 4 : 7.1 ઓવરમાં 46 રનના સ્કોર પર મોઈન અલી(8)ને અક્ષર પટેલે પંતના હાથમાં કેચ આઉટ કર્યો હતો
વિકેટ 3 : 5.1 ઓવરમાં 35 રનના સ્કોર પર જોની બેયરસ્ટો (0)ને અક્ષર પટેલે બોલ્ડ આઉટ કર્યો હતો
વિકેટ 2 : 4.4 ઓવરમાં 34 રનના સ્કોર પર સોલ્ટ (5)ને બુમરાહે બોલ્ડ આઉટ કર્યો હતો
વિકેટ 1 : 26 રનના સ્કોર પર ઈંગ્લેન્ડના જોસ બટલર (23)ને અક્ષર પટેલે આઉટ કર્યો હતો.
T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડનો રેકોર્ડ
ઇંગ્લેન્ડે પાંચ T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ રમી છે. તેમાંથી ચાર વખત તેણે બીજી બેટિંગ પસંદ કરી છે અને એક વખત તેણે પહેલા બેટિંગ કરી છે. ઈંગ્લેન્ડે 2024 પહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ત્રણ વખત જગ્યા બનાવી હતી અને 100 ટકા મેચ જીતી હતી, એટલે કે ત્રણેય મેચ. જો કે, આ વખતે તેમની ચાલ બેકફાયર થઈ અને ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. તેની ત્રણમાંથી બે ફાઇનલ ઇંગ્લેન્ડે જીતી હતી. ઇંગ્લેન્ડે ચેઝ કરતી વખતે 2010 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં શ્રીલંકા સામે, 2016માં ન્યૂઝિલેન્ડ સામે અને 2022માં ભારત સામે જીત મેળવી હતી. ત્યારે 2021 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં, ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરી અને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ 2010 અને 2022માં ચેમ્પિયન બની હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube
ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં રોહિત-સૂર્યાએ દમદાર બેટિંગનું પ્રદર્શન દર્શાવ્યુ હતું ત્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ અક્ષર અને કુલદીપે રીતસર ઈંગ્લેન્ડના બેટરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. ભારત તરફથી કુલદીપ-અક્ષરે 3-3 વિકેટ લીધી હતી અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.