- IPL 2025ની તારીખોની જાહેરાત કરવામા આવી
- IPLને લઈને BCCIની મોટી જાહેરાત
IPL 2025 Schedule: હાલમાં IPL 2025 મેગા ઓક્શનનો રોમાંચ ચરમ પર છે, દરમિયાના આઈપીએલ 2025 શરૂ થવાની તારીખો સામે આવી ગઈ છે. એક અહેવાલ અનુસાર, આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 2025 સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમવામાં આવશે, તેની આગામી 2026 સીઝન 15 માર્ચે શરૂ થશે અને ફાઈનલ 31 મેએ રમવામાં આવશે. આ સિવાય આઈપીએલ 2027ની તારીખ પણ સામે આવી ગઈ છે, જે 14 માર્ચથી શરૂ થઈને 30 મે સુધી ચાલશે.
એક અહેવાલ અનુસાર, તમામ ફ્રેન્ચાઇઝીને ઈ-મેલ દ્વારા આગામી ત્રણ સીઝન શરૂ થવાની તારીખોની જાણકારી આપવામાં આવી. ખૂબ જ જલ્દી આ તારીખો પર અધિકૃત રીતે પુષ્ટિ કરવામાં આવી શકે છે. આઈપીએલ 2025 સીઝનમાં છેલ્લી ત્રણ સીઝનનો જેમ કુલ 74 મેચ રમવામાં આવશે. આગામી સીઝનમાં આના કરતા મેચની સંખ્યા વધારવામાં આવી શકે છે. આઈપીએલ 2026માં 84 મેચ અને 2027ની સીઝનમાં મેચની સંખ્યા વધારીને 94 કરવામાં આવી શકે છે. મેચની સંખ્યા વધારવાનું કારણ મીડિયા રાઈટ્સ હોઈ શકે છે. IPL 2024 ની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થઈને 26 મે સુધી ચાલી હતી, જેની ફાઈનલમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
Mark your calendars, IPL fans! 🏏 The BCCI has announced dates for the next three IPL seasons:
📅 2025: March 14 – May 25
📅 2026: March 15 – May 31
📅 2027: March 14 – May 30Excitement builds as the IPL auction kicks off this Sunday! 🔥 #IPL2025 #IPL2026 #IPL2027 #IPLAuction pic.twitter.com/WgkBat9qn1
— Dibya Lochan Mendali (@dibyamendali) November 22, 2024
આગામી બે સિઝન વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો હતો
વિદેશી ખેલાડીઓની માટે આવો નિયમ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube