December 19, 2024
KalTak 24 News
Sports

VIDEO: બાઉન્ડ્રી પર હાર્દિક પંડ્યા બન્યો સુપરમેન, ચિતાની સ્પીડે દોડીને એક હાથે પકડી પાડ્યો અદ્ભૂત કેચ;હાર્દિક પંડ્યાનો વીડિયો જોયા પછી તમે દંગ રહી જશો

IND vs BAN 2nd T20 Hardik Pandya Catch Rishad Hossain: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેની બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જીતીને ભારતે ટી20 સિરીઝ પર પણ કબજો કરી લીધો છે. પહેલી મેચમાં હાર્દિક પંડ્યાએ પોતાના સ્વેગ શોટથી બધાને પોતાના ફેન બનાવ્યા હતા, બીજી T20 મેચમાં હાર્દિકે સનસનાટીભર્યા બાઉન્ડ્રી કેચ લઈને હેડલાઈન્સ બનાવી છે. દરેક લોકો હાર્દિકના શાનદાર કેચના વખાણ કરી રહ્યા છે.તેનો કેચ એટલો અદભુત હતો કે સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને ‘Catch of the Decade’ (દશકનો શ્રેષ્ઠ કેચ) કહ્યો.

હાર્દિકનો કેચ જોઈને તમે પણ દંગ રહી જશો

બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચની એક ખાસ ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે હાર્દિક પંડ્યાએ શાનદાર કેચ લીધો ત્યારે દર્શકો તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. બાંગ્લાદેશની ઈનિંગની 14મી ઓવરમાં જ્યારે રિશાદ હુસૈને વરુણ ચક્રવર્તી સામે ઉંચો શોટ રમવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બોલ સાથે યોગ્ય સંપર્ક કરી શક્યો ન હતો.

બોલ બે ફિલ્ડરો વચ્ચે પડવા લાગ્યો, પરંતુ હાર્દિક ડીપ મિડવિકેટ પરથી દોડ્યો અને બાઉન્ડ્રી લાઇન પર પહોંચતા જ તેણે કૂદકો મારીને એક હાથે શાનદાર કેચ પકડ્યો. આ કેચ દર્શકો માટે યાદગાર ક્ષણ બની ગયો અને સમગ્ર મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.

ડેબ્યૂ ઇન્ટરનેશનલ સિરીઝમાં નીતીશ રેડ્ડીનો જાદુ કામ કરી રહ્યો છે

નીતીશ રેડ્ડીએ બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝથી પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. પ્રથમ મેચમાં તે 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી મેચમાં નીતીશ બોલની સાથે સાથે બેટથી પણ પોતાની શાનદાર રમત બતાવવામાં સફળ રહ્યો હતો. નીતિશ કુમાર રેડ્ડીએ બીજી T20 મેચમાં 217.65ના સ્ટ્રાઈક રેટથી 34 બોલમાં 74 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચમાં નીતિશે તેની 4 ઓવરના સ્પેલમાં 5.75ની ઈકોનોમી સાથે 2 વિકેટ પણ લીધી હતી.

 

 

 

 

 

Related posts

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, ડાયમંડ લીગની ફાઈનલ જીતી

KalTak24 News Team

IND vs PAK: ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન,14મીએ પાકિસ્તાન સામે જામશે ખરાખરીનો જંગ,જુઓ VIDEO

KalTak24 News Team

India Squad for ICC ODI World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન ?

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં