December 3, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ 6 દિવસની બાળકીના 5 અંગોનું કરાયું દાન,લીવર,કિડની અને ચક્ષુના દાન થકી 4 લોકોને મળ્યું નવજીવન;જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 18મું અંગદાન..

surat-news-six-days-baby-organ-donation-get-new-life-of-four

ભારત દેશનો ત્રીજો કિસ્સો માત્ર છ દિવસના ઠુંમર પરિવારના બાળકીના પાંચ અંગોના દાનથી ચાર “જીવનદીપ” રોશન…

સુરત : વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે સુરત માં 6 દિવસના બાળકીના 5 અંગોનું અંગદાન કરવામાં આવ્યું.6 દિવસના બાળકના લીવર, બંને કીડની અને બંને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. બાળકના અંગદાનથી 4 લોકોને જીવન મળ્યું છે. દેશનો આ ત્રીજો કિસ્સો છે જેમાં નાના બાળકનું અંગદાન કરવામાં આવ્યું હતું

મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામના વતની અને હાલમાં સુરતના વેલંજા સ્થિત સુખશાંતિ સોસાયટીમાં મયુરભાઈ ઠુંમર પરિવાર સાથે રહે છે.ત્યારે મનીષાબેન મયુરભાઈ ઠુંમરના બેબી(બાળકી)નાં અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લંબિંગ મજુરી કામ સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. ૨૩/૦૯/૨૦૨૪ સોમવારના રાત્રે ૮:૨૪ વાગ્યે મનીષાબેન મયુરભાઈ ઠુંમર ને નોર્મલ ડીલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો, ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ હોસ્પીટલમાં ખસેડી NICU વિભાગમાં બેબીની સારવાર શરુ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by KalTak24 News (@kaltak24news)

ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો. મીનેશ ભીકડિયા એ તેની સારવાર શરુ કરી હતી, સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન તા ૨૭/૦૯/૨૦૨૪નાં રોજ ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો.મયંક દેત્રોજા, ડો.ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ હતી.બ્રેઈન ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ “એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે” ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા , તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો અને અંગદાન એજ સર્વ શ્રેષ્ઠદાન છે એવી સમજણ આપેલ હતી.

શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ, તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુંમર સહીત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી આપી હતી.આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાના નો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટો માં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર સુરતના ૧૪ મહિનાનુ બાળક અને બન્ને કિડની- IKDRC, અમદાવાદ, બંને ચક્ષુ- લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું.ટીમ જીવનદીપ એ બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. હરેશભાઈ પાગડા, ડો. નીલેશ કાછડિયા, ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો. ક્રિષ્ના ભાલાળા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, સતિષ ભંડેરી, વૈઝુલ વિરાણી, સાગર કોરાટ, મિલન રાખોલિયા, સંજય તળાવીયા, અભિષેક સોનાણી અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી ગણ તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.

ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં ડાયમંડ હોસ્પીટલ થી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીનકોરીડોર તથા સુરત થી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલ્વે ઓથોરીટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો.

પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ , ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ ૧૮મુ અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું.વિશેષમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે ઠુંમર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દુર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા.અગાઉ ૧૦૦ કલાકના બાળકનું અંગદાન અને ૧૨૦ કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું , આજરોજ ભારતદેશમાં નાનીવયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.

Related posts

આપ નેતા અલ્પેશ કથીરિયા-કાવ્યા પટેલ તેમજ ધાર્મિક માલવિયા-મોનાલી હિરપરા લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ Photos

Sanskar Sojitra

Buying Land on the Moon/ સુરતમાં મામાએ જુડવા ભાણી માટે ચંદ્ર પર ખરીદી જમીન-જાણો કોને અને કેટલી લીધી ચંદ્ર પર જમીન?

Sanskar Sojitra

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાનો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra
advertisement